Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પડધરીથી ખંઢેરી સુધી ધોધમાર વરસાદઃ મુળી તાલુકામાં ૧ ઈંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી પોણો ઈંચ

રાજકોટ, તા. ૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે અને આજે સવારથી હવામાનમાં પલ્ટો આવ્યો છે. આવા વાતાવરણ વચ્ચે ઝાપટાથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજકોટ-જામનગર હાઈવે ઉપર પડધરીથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ સુધી ધોધમાર વરસાદ પડયો છે. જ્યારે પડધરીના ઉકરડા-દહીંસરા રોડ પર વરસાદી ઝાપટા વરસ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામા ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બોટાદ, માળીયામિંયાણા, થાનગઢ, ચોટીલામાં પોણો ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે રાજુલા, વાંકાનેર, અબડાસા, ગઢડા, રાણપુર, ટંકારા, સાયલા, લીંબડી, ધ્રાંગધ્રામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના કેશોદ, માણાવદર, પોરબંદર, રાણાવાવ, દ્વારકા, ખાંભા, ઉના, ધ્રોલ, ચુડા, પાટડી અને વઢવાણમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

(4:43 pm IST)