Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સાવરકુંડલાઃ પેટા ચુંટણીમાં વિજયના વધામણા

સાવરકુંડલા : તાજેતરમાં ગુજરાતમાં છ સીટની પેટા ચુંટણી યોજાયેલ હતી. જેના ત્રણ સીટ ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો જંગી વિજય થવા બદલ તેમજ નવા વર્ષની શુભકામના પાઠવી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાનું સન્માન કરી મ્હોમીઠુ કરવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી. આ પ્રસંગે માજી સાંસદ નવીનભાઇ રવાણીના પુત્ર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સીનીયર મંત્રી ચંદ્રેશભાઇ રવાણી કહેલ કે ગુજરાતમાં છ પેટા ચુંટણી આવી તે ભાજપ માટે અતિ પ્રતિષ્ઠા ભરી હતી. જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ઘોર પરાજીત કરી કોંગ્રેસનો ત્રણ શીટ ઉપર વિજય થતા તે જીત મળ્યા બદલ અમિતભાઇ ચાવડાને ખુબ ખુબ અભિનંદન પાઠવી મ્હો મીઠુ કરવી નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવી હતી અને આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષને વધુ સંગઠીત બનાવવા આપણે સૌ કામે લાગી પડીએ તેમ અંતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી ચંદ્રેશભાઇ રવાણીએ જણોવેલ હતુ.

(1:08 pm IST)