Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કેશોદ (ઘેડ) પંથકમાં ૮૦ થી ૧૦૦ કિ.મી. ઝડપે પવન ફુંકાયો : વીજ થાંભલા વૃક્ષો ધરાશાયી

ગોસા ચિકાસા રાતિયા ગરેજ સહિત ગામોમાં સુસવાટા મારતા પવન અને જોરદાર ઝાપટા સાથે દોઢ ઇંચ વરસાદ : કાચા મકાનોને નુકશાન : મગફળીના પાથરા પલળી ગયા : મોટી નુકશાની

ઘેડ પંથકમાં ગઇકાલે સાંજે સુસવાટા મારતા પવન અને જોરદાર ઝાપટા સાથે દોઢ ઇંચ વરસાદ વરસતા વૃક્ષો અને થાંભલા પડી ગયેલ તથા ખેતરોમાં પાણી ભરાયેલ તે તસ્વીરો.

ગોસા (ઘેડ), તા. ર : પોરબંદર-સોમનાથ હાઇવે ઉપરના ઘેડ પંથકના ગોસા ઘેડ ચિકાસા રાતીયા ગરેજ સહિતના ગામોમાં ગઇકાલે સાંજે સુસવાટા મારતા પવન અને જોરદાર ઝાપટાં સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. કેશોદ (ઘેડ) મધરવાડી અને આજુબાજુ ગામોમાં ગઇકાલે સાંજે ૮૦ થી ૧૦૦ કિ.મી. ઝડપે પવન ફુંકાતા વીજ થાંભલા અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો. કાચા મકાનોને નુકશાન થયું હતું. ખેતરમાંથી ઉપાડેલ મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા હતાં. જેના કારણે મોટી નુકશાની થઇ છે. જાનહાનિ નથી તેમ કેશોદ (ઘેડ)ના જાંબુ ગામના રામદેવભાઇ બાલસઙ્ગ જણાવ્યું હતું.

કયાર વાવાઝોડા બાદ જાણે કુદરત એક પછી એક આફત નોતર તો હોય તેમ મહા નામના વાવાઝોડાની આફત આવી છ.જે આગામી ૬ અને ૭ નવેમ્બર  ના મહા નામના વાવાઝોડું ગુજરાત શહીત દરિયાકાંઠાના પ્રદેશમાં ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે,ઙ્ગ મહા નામનું વાવાઝોડું આગામી દિવસો મા સીવીયર સાયકલોન માં પરિવર્તિત થશે. અને  છ અને ૭ નવેમ્બર સૌરાષ્ટ્રના અને તેમાં પણ વેરાવળ કોડીનાર અને પોરબંદર ના દરિયા કાંઠા વિસ્તારો માં તેની અસર વધુ જોવા મળશે. મહા નામના વાવાઝોડાની અસર ગઈકાલે સાંજના ચાર વાગ્યાના અરસામાં જોવા મળી હોય તેમ પોરબંદર સોમનાથ હાઈવે રોડ પરના ગોસા દ્યેડચિકાસા રાતીયા. ગરેજ સહિતના ગામોમાં જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકયો હતો. જે માત્ર પંદરથી વીસ મિનિટ ચાલુ રહ્યો હતો અને એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે ગરેજ સહિતના ગામોમાં તૈયાર મગફળીના પાક.ના પાથરા કમોસમી વરસાદી પાણીના કારણે પડી ગયા હતા. અને તેના કારણે ભારે નુકસાન થવા પામેલ છે. કેશોદ પંથકના જાંબુ ગામે ના રામદેવભાઇ બાલસ નામના યુવાને અકિલા ને જણાવ્યું છે કે કેશોદના મધરવાળા તેમજ આજુબાજુના ગામમાં ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડુ વરસાદ સાથે ખાબકતા કાચા-પાકા મકાનો, વીજળીના પોલ, તેમજ વૃક્ષો નો સોથ વળી ગયો હતો. જયારે ખેતરોમાં લણણી કરેલા મગફળીના પાક ના ખુલ્લા ખેતરોમાં પડેલા પાથરા કમોસમી વરસાદી પાણીને કારણે પલળી પડી જતા વ્યાપક નુકસાની થવા પામેલ છે.

(1:02 pm IST)