Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભાવનગરમાં નવા વર્ષે જ કોંગો ફીવરના કહેરથી ખળભળાટ : તંત્ર દોડ્યું : મહિલા બાદ પતિ અને ભત્રીજો પણ કોંગો ફીવરની ઝપટમાં

મહિલાના પરિવારજનોના સર્વેલન્સ સેમ્પલ પરીક્ષણ કરતા બે રિપોર્ટ [પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

 

ભાવનગરમાં નવા વર્ષે કોંગો ફીવરના કહેર વર્તાયો છે દિવાળી પૂર્વે એક મહિલા કોંગો ફીવરમાં સપડાઈ હતી હવે તેના પતિ અને ભત્રીજો પણ કોંગો ફીવરની ઝપટમાં આવી ગયાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જો કે ત્રણેયની સ્થિતિ ભયમુકત છે

 નવા વર્ષનાં પ્રારંભે બે રીપોટર્ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે.ભાવનગરનાં કરચલીયાપરામાં રહેતી ૨૮ વર્ષીય મહિલાને દિવાળી પહેલા સરટી હોસ્પીટલ ખસેડાયેલ હતી જેના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપતા કોંગો ફીવર પોઝીટીવ આવ્યો હતો. દરમ્યાન તંત્ર દ્વારા મહિલાનાં નજીકનાં પરિવારજનોનાં સર્વેલન્સ સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી અપાતાં જેમાં રીપોટર્ આવતા મહિલાના પતિ..૩૧ )તથા મહિલાનો ભત્રીજો( ..૧૩) પણ કોંગો ફીવરની ઝપટે ચડયા હોવાનું ખુલતા આરોગ્ય વિભાગે બન્નેને હોસ્પીટલ ખસેડી સારવાર શરૂ કરી છે. જો કે ત્રણેય દદર્ીઓ ભયમુકત હોવાનું હોસ્પીટલ સુત્રોએ જણાવ્યું છે.

(11:52 am IST)