Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જુનાગઢમાં પાંચ દિવસીય ગીરનાર મહોત્સવ રંગેચંગે સંપન્ન

જુનાગઢ તા. રઃ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનાં ઓડિટોરીયમમાં પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને અખંડ ભારત સંઘના સહીયારા પ્રયાસથી કલા સંસ્કૃતિની જાળવણી અને પ્રસ્થાપના માટે ૬ઠા ગિરનાર મહોત્સવ ભવ્ય રીતે સમાપન કરવામાં આવ્યો.

 

પાંચ દિવસના ગીરનાર મહોત્સવ દરમિયાન જુનાગઢ-ગીર સોમનાથ અને પોરબંદર અને ગુજરાત ભરના સાધુ-સંતો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો અને અધિકારી ગણ ઉપસ્થિત રહેલ.

ગીરનાર મહોત્સવ-ર૦૧૮માં જુનાગઢની કલાપ્રેમી જનતા, કલા સાધકો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ગિરનાર મહોત્સવના આયોજન બદલ પટેલ કલ્ચર ફાઉન્ડેશન અને અખંડ ભારત સંઘને જુનાગઢની કલાપ્રેમી જનતા, કલા સાધકો, સાધુ-સંતો, રાજકીય અને સામાજીક આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારી ગણ દ્વારા બિરદાવામાં આવેલ.

ગીરનાર મહોત્સવના સમાપન કાર્યક્રમમાં અખંડ ભારત સંઘના અધ્યક્ષ-ભાવેશભાઇ વેકરિયા દ્વારા જણાવવામાં આવ્યું કે કલા અને સંસ્કૃતિની જાળવણી જવાબદારીની દરેક નાગરીકની ત્યારે અમારા દ્વારા રાષ્ટ્ર-ધર્મ અને સંસ્કૃતિની જાળવવાના આ ભગીરથ કાર્યમાં આપ સર્વો દ્વારા મળતી હુંફ એજ અમારી પ્રેરણા છે. જીવનની અંતિમ ક્ષણ સુધી અમો પરંપરાઓ ભવ્ય ધરોહર અને લોક સંસ્કૃતિ જાળવીશું તેમજ ફરી પ્રસ્થાપીત પણ કરીશું. તેવો વિશ્વાસ વ્યકત કરેલ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના અખંડ ભારતનાં સ્વપ્નને કલા-સંસ્કૃતિ, પરંપરાઓ અને માનસીકતા સાથે એક કરીશું.

જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાના દરેક ગામને કલા-સંસ્કૃતિ-પરંપરાઓથી જોડીને ભવ્ય ભારતના સ્વપ્નને જુનાગઢના ૧૧૦૦ ગામનાં પાદરને એક કરીને પુરા ભારત વર્ષમાં આ પ્રયાસને ૧૩ લાખ ગામડાઓમાં પ્રસરાવશું અને સ્થાપિત કરશું તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવેલ.

(12:16 pm IST)