Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

બોટાદઃ વિજ્ઞાન પ્રવાહના ૧થી૪ સેમેસ્ટર પૈકી કોઇ પણ સેમેસ્ટરમાં ગેરહાજર ઉમેદવારની ખાસ પરીક્ષા ગાંધીનગર ખાતે યોજાશે

બોટાદ, તા.૨: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે, ઓકટોબર-૨૦૧૧ થી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાનપ્રવાહમાં ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૨૧/૦૯/૨૦૧૧ના ઠરાવથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ હતી. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૦૮/૦૮/૨૦૧૬ના ઠરાવથી સેમેસ્ટર પધ્ધતિ વર્ષ-૨૦૧૬-૧૭ના વર્ષથી રદ કરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહના ૧ થી ૪ સેમેસ્ટર પૈકી કોઈ પણ સેમેસ્ટરમાં કોઈ પણ વિષય કે વિષયોમાં ગેરહાજર/UFM ઉમેદવારની ખાસ પરીક્ષા ગાંધીનગર કેન્દ્ર ખાતે લેવાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા ઉમેદવારો માટેનો શાળાનો પરિપત્ર તથા અરજી પત્રકનો નમુનો (પરિશિષ્ઠ-A) બોર્ડની વેબસાઈટ WWW.gseb.org ઉપર મુકવામાં આવેલ છે. તેમાં જરૂરી વિગતો ભરી આચાર્યશ્રીના સહી સિક્કા તથા પરીક્ષા ફીનો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નામનો રાષ્ટ્રીય કૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે બોર્ડની કચેરી માં તા.૨૩/૧૧/૨૦૧૮ ને ૧૫-૦૦ કલાક સુધીમાં અરજી પત્રક જમા કરાવવાનું રહેશે. વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર પધ્ધતિના ઉમેદવારોની પરીક્ષા આપવા માટેની આ તક આખરી રહેશે. જેની શાળાના આચાર્યશ્રી, વાલીઓ, વિદ્યાર્થીઓએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

(12:02 pm IST)