Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જામકંડોરણામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય પોલીસ, તથા સાંસદશ્રી વિઠલભાઇ રાદડીયા પ્રેરીત અને ટી.ટી.સી. એકેડમી રાજકોટના સહયોગથી જામકંડોરણા ખાતે સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં સ્પર્ધાત્મક  પરિક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. એસ.પી.બલરામ મીણા સાહેબના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવેલ આ કાર્યક્રમમાં  ડી.વાય.એસ.પી. સાહેબ, પી.એસ.આઇ.ગોજીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, ટી.ટી.સી. હેડ મનીષભાઇ ગઢવી સહિતના અધિકારી તથા આગેવાનોએ હાજરી આપી હતી. તેમજ વિશાળ સખ્યામાં  વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મનસુખ બલધા)

(11:52 am IST)