Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભાવનગરના ઘોઘામાં ર, જેશર દોઢ, મહુવા, વલ્લભીપુર - ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ

ભાવનગર તા. રઃ બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. ઘોઘામાં બે કલાકમાં ધોધમાર વરસાદ તુટી પડતાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જયારે જેસર પંથકમાં પણ ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે જીલ્લાનાં અન્ય તાલુકાઓમાં અર્ધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સાંજે પવન ફુંકાયો હતો અને વરસાદી માહોલ ઉભો થયો હતો. જોકે રાત્રે વરસાદ પડયો ન હતો.

ભાવનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ઉમરાળામાં ૧૪ મી.મી. ગારીયાધારમાં ૬ મી.મી. ઘોઘામાં પર મી.મી. જેસરમાં ૩પ મી.મી. મહુવામાં ૧૪ મી.મી. વલ્લભીપુરમાં ૧૪ મી.મી. અને સિહોરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.

ભાવનગર જીલ્લા માલેશ્રી નદીમાં નવા નીરનાં વધામણા કરવા મેયર મનુભા મોરી, ડે. મેયર અશોકભાઇ, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતનાં મ્યુ. પદાધિકારીઓ માલેશ્રી નદીએ ગયા હતા. ભાવનગર શહેરની આજુબાજુનાં ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૩૩.૯ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.ર ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા અને પવનની ઝડપ ૧૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(11:46 am IST)