Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વેરાવળમાંથી જુગાર રમતા સાત ઝડપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: કિરમાણી ગ્રાઉન્ડ પાસે લાઈટના અજવાળે જાહેર માં જુગાર રમતા સાત શખ્સોને રૂ.૧પ,ર૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

 વેરાવળ કીરમાણી ગ્રાઉન્ડ પાછળ લાઈટ ના અજવાળે અમુક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા આર્ષદ અનવરભાઈ ચૌહાણ,રિયાજ રહેમાનભાઈ આરબ,સાજીદ યુનુશભાઈ મન્સુરી, રફીક અલીભાઈ મન્સુરી, સોયેબ રહેમાનભાઈ આરબ, ફરહાનગનીભાઈ રાધવા, અસ્લમ યુસુફભાઈ કાજલીયાને રોકડા રૂ.૧પર૦૦/ સાથે ઝડપી પાડેલ હતા.

પ્રભાસપાટણમાં વરલીના આંકડા લેતા એક ઝડપાયો

પ્રભાસપાટણ રહેણાક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા એકશખ્સને રૂ.૧૪૯૦ સાથે ઝડપી પાડેલ હતો.

પ્રભાસપાટણ તળાવ પાસે રહેણાંક વિસ્તારમાં વરલી મટકાનો જુગારરમતો હોય તેવી બાતમીના આધારે ચેકીગ કરતા ફીરોજ ઈશાભાઈ ગઢીયાને રોકડા રૂ.૧૪૯૦ તથા વરલી મટકાના સાહીત્ય સાથે ઝડપી પાડેલ હતો.

(1:19 pm IST)