Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પડધરીમાં રર લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

રાજય સરકાર દ્વારા ''પાંચ વર્ષ આપણી સરકારના'' અંતર્ગત કાર્યક્રમો યોજાયા

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર : રાજય સરકાર દ્વારા ''પાંચ વર્ષ આપણી સરકારના'' ''સૌનો સાથ સૌનો વિકાસ'' ના વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમના ભાગરૂપે પડધરી ખાતે અંદાજીત રૂ.રર લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું હતું.

પદા અધિકારી દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની યશગાથાની વિસ્ૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજા, તાલુકા વિકાસ અધિકારી નૈમિષભાઇ ગણાત્રા, પડધરી તાલુકા વિસ્તરણ અધિકારી પંકજભાઇ મહેતા, શારદાબેન અજાડીયા, હંસાબેન રામાણી, પડધરી ગ્રામ પંચાયત સરપંચ જીજ્ઞાબેન પરમાર પૂર્વ સરપંચ ડો. વિજયભાઇ પરમાર પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, પ્રવિણભાઇ હેરમા, અજીતભાઇ ડોડીયા, મનુભાઇ ડોડીયા, દોલુભાઇ ડોડીયા, ધીરૂભાઇ તળપદા, હઠીસિંહ જાડજા, હીતેષભાઇ પરમાર, વસંતભાઇ કણઝારીયા, પૂર્વ સરપંચ નવનીતભાઇ બુધ્ધદેવ, વંદનાબેન ફીચડીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શાસ્ત્રી ડોલરભાઇ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ, ફરજ અને નિષ્ઠાના પર્યાચ એવા પડધરી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, પઠાણબેને તમામ ઉપસ્થિત મહાનુભાવોને આવકારી સ્વાગત કરેલ તેમજ પડધરી ગ્રામ પંચાયત ઉપસરપંચ ચેતનસિંહ જાડેજાએ અભારવિધિ કરી હતી

(1:14 pm IST)