Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જસદણ શહેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ

જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભાની અધ્યક્ષતામાં

(ધર્મેશ કલ્યાણી, વિજય વસાણી દ્વારા) આટકોટ - જસદણ તા. ૨ : જસદણ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હસમુખભાઈ હાંડા અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સંજયભાઈ શિવલહેરી દ્વારા કારોબારી બેઠકનું પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જસદણના કન્યા વિનય મંદિર ખાતે પ્રથમ કારોબારી બેઠકમાં નવનિયુકત તાલુકા અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોનો પરિચય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દિપ પ્રાગટયથી શરૂ કરવામાં આવ્યો હતો. અતિથિ વિશેષ બક્ષીપંચ મોરચા રાજકોટ જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી, જીલ્લા બક્ષીપંચ ઉપપ્રમુખ રસિકભાઈ નિમ્બારક, ભાજપનાં પીઢ અગ્રણી અને જસદણ તાલુકા ભાજપ પ્રભારી અશોકભાઈ મહેતા, જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીનભાઈ ફોગ,તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, મહામંત્રી વનરાજભાઈ ખીંટ, જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, પૂર્વ નગર પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી મુકેશભાઈ જાદવ આટકોટ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા, ભાજપ અગ્રણી ચેતનભાઇ પંચોલી, નિલેશભાઈ દુધરેજીયા, દુર્ગેશભાઇ કુબાવત, રાજુભાઈ ચાવડા અને જસદણ તાલુકો અને શહેર ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન નીતિનભાઈ ભેસજાળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રમુખ હરેશભાઈ હેરભા દ્વારા નવનિયુકત હોદ્દેદારોના વ્યકિતગત પરિચય મેળવીને તમામ હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રાજય સરકારની યોજનાઓ અને કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(12:01 pm IST)