Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અમરેલીમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ : શેત્રુંજીમાં નદીમાં ઘોડાપુર :રેલ્વે અંડરબ્રિજ પર કાર ફસાઈ

અમરેલીમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ : શેત્રુંજીમાં નદીમાં ઘોડાપુર :રેલ્વે અંડરબ્રિજ પર કાર ફસાઈ

અમરેલીમાં આજે અનરાધાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળાંઓ છલકાયા હતા. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. અમરેલીના લાઠીના હરિપર ગામે ત્રણ કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

  અમરેલી શહેરમાં આજે પાંચ ઈંચ વરસાદ વરસતાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. તો શહેરના કેરીયા રોડ પર રેલ્વે અંડરબ્રિજ પર કાર ફસાઈ ગઈ હતી. જો કે સ્થાનિક યુવાનોએ કાર ડૂબે તે પહેલાં કારને ધક્કો મારીને બહાર કાઢી હતી. શેત્રુંજીમાં પૂર આવ્યું હતું. જેને જોનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

--

(10:45 pm IST)