Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અકસ્માત કેસમાં મૃતકના વારસોને રૂ.૧૫.૫૨ લાખનું વળતર ચુકવવા ઉનાની સેસન્સ કોર્ટનો હુકમ

કોડીનાર તા.૨: કોડીનાર તાલુકાના દેવળીય ગામના સ્વ.પરેશકુમાર કાદુભાઇ દાહીમાના અકસ્માત મૃત્યુના કેસમાં મહે.ઉના મોટર એકસી. કલેઇમ ટ્રીબ્યુનલ દ્વારા રૂ.૧૫.૫૨,૦૦૦/નુ વળતર ચુકવવા આદેશ  કર્યો છે.

આ કેસની ટુંકમાં  વિગત જોઇએ તો ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના દેવળીયા ગામના અપરણીત પરેશકુમાર કાદુભાઇ દાહીમા મથુત ફાઇનાન્સ કોડીનારમા ઓફીસ બોય તરીકેની નોકરી કરતા હોય અને તેઓનું તા. ૦૫/૦૪/૦૧૫ા રોજ કોડીનાર ઉના હાઇવે રોડ પર ટ્રક અકસ્માતે કમકમાટી ભર્યુ અવસાન થયેલ હતું. આ બાબતે ગુજ.ના વારસદારોએ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી.ચવાડા દ્વારા ઉનાના મોટર એકસી. કલેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ કલેઇમ કેસ દાખલ કરી અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવર, માલીક અને વિમા કંપની સામે કલેઇમ અરજી દાખલ કરેલ.

કલેઇમ મે.ઉનાના નામદાર જજ પી.જે.ડાંગરની કોર્ટમા ચાલી જતા આ કામે અરજદારોે રજુ કરેલ પુરાવા, મુથુત ફાઇનાન્સના બ્રાંચ મેનેજર નટવરસિંહ બારડનુ સોગંદનામુ તથા એડવોકેટ પ્રતાપસિંહ વી.ચાવડાની દલિલો ધ્યાને લઇ નામદાર જજે આ કામે તા. ૨૩ના રોજ હુકમ કરી ગુજ.ના વારસદારોને વળતરની રકમ રૂ.૧૫,પર,૦૦૦/- પુરા તેમજ તેના ઉપર અરજીની તારીખથી ૯% લેખેનુ વ્યાજ તથા ખર્ચ સહીતની તમામ રકમ ચુકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.(૧૧.ર)

(12:12 pm IST)