Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વરસાદ ખેંચાતા ઘાસચારા વગર ટળવળતુ પશુધનઃ હળવદમાં પશુઓ સાથે માલધારીઓ દ્વારા મામલતદાર કચેરીને ઘેરાવ

હળવદ તા.૨: તાલુકાના માલધારીઓએ બે દિવસ પહેલા રાહત દરે ઘાસચારો આપવા રજૂઆત કરી હતી છતાં તંત્ર એ અબોલ પશુઓ માટે કાર્યવાહી નહી કરતા રોષે ભરાયેલા માલધારીઓ પોતાના પશુઓને લઇને મામલતદાર કચેરી ને ઘેરાવ કર્યો હતો.

માલધારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં વરસાદ ખેંચાતા ઘાસચારા વગર પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે બજારમાં ઘાસચારાના ભાવ આસમાને છે જોઇએ એટલા પ્રમાણમાં મળતો નથી ત્યારે પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મામલતદારને આ મુદ્દે આવેદન પત્ર આપવા છતા તંત્ર દ્વારા રાહત ભાવે ઘાસચારો આપવાની વ્યવસ્થા નહી કરાતા પૂર્વ જાહેરાત મુજબ પશુપાલકો માલઢોર સાથે મામલતદાર કચેરીએ ઘસી જઇ સૂત્રોચ્ચાર સાથે ઘેરાવો કરી ત્યાં જ બેસી ગયા હતા.હળવદના મામલતદારે જણાવ્યું હતું કે માલધારીઓની ઘાસડેપો શરૂ કરવાની રજૂઆત આવી છે. અમો જિલ્લા કલેકટરને મોકલી આપી છે તે ટૂંક સમયમાં માલધારીને રાહતદરે ઘાસડેપો શરૂ કરવામાં આવશે.(૧.૭)

(12:03 pm IST)