Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

જંતુનાશક દવાના નમૂના ફેઇલ થતા શાપર ક્રિસ્ટલ ફર્ટીલાઇઝરના માલીક સામે ગુન્હો

બે માસ પૂર્વે ખેતીવાડી અીધકારીની ટીમે દરોડા પાડી લીધેલ નમૂનાઓ પૈકી બે નમૂના ફેઇલ જતા પોલીસમાં ફરીયાદ કરાઇ

રાજકોટ તા. ર : શાપર-વેરાવળમાં આવેલા ક્રિસ્ટલ ફર્ટીલાઇઝર નામના જંતુનાશક દવા બનાવવાના કારખાનામાં ખેતીવાડી અધીકારીની ટીમે બે માસ પહેલા દરોડા પાડી દવાના લીધેલા ચાર નમુના પૈકી બે નમુના ફેઇલ થતા ફેકટરીના માલીકે ખેડુતો સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ શાપર-વેરાવળ પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના ખેતીવાડી અધીકારી ચીરાગભાઇ રમેશભાઇ કોયાણી (રહે. ધોરાજી) તથા તેની ટીમે ગત તા.ર૬/પ ના રોજ શાપર-વેરાવળમાં પડવલા રોડ ઇશ્વર વે-બ્રીજ પાસે આવેલ ક્રિસ્ટલ ફર્ટીલાઇઝર નામના જંતુનાશક દવા બનાવવાના કારખાનામાં ચેકીંગ હાથ ધરી જુદી-જુદી દવાઓના ચાર નમુનાઓ લઇ ખેતીવાડી અધીકારીએ નમુના ગાંધીનગર મોકલ્યા હતા જેમાં ચાર પૈકી બે નમુના ફેઇલ થયાનો રીપોર્ટ આવ્યો હતો ફેકટરી માલીકે ખેતીને લગતી જંતુનાશક દવા બનાવવા માટેના નિયમ વિરૂધ્ધ દવામાં બે સક્રિય તત્વોનો ઉમેરો કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ અંગે ખેતીવાડી અધીકારી ચીરાગભાઇ કોયાણીએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં  ક્રિસ્ટલ ફર્ટીલાઇઝર ફેકટરીના માલીક જયેશ ઘેટીયા વિરૂધ્ધ છેતરપીંડી અને ઠગાઇ કર્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ રાણા તથા રાઇટર માવજીભાઇએ તપાસ આદરી છે.(૬.૧૩)

(11:58 am IST)