Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભાવનગરમાં કિચન-હર્બલ ગાર્ડન અંગે જાગૃતિ લાવવા સેમિનાર

 ભાવનગરઃ વિજ્ઞાનનગરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભાવનગરની જનતામાં કિચન ગાર્ડન-હર્બલ ગાર્ડન અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરેલ. ઘર આંગણે જીવન જરૂરી વનસ્પતિઓનો ઉછેર કરી કેમિકલ મુકત ઓર્ગેનિક શાકભાજી-ફળો અને ઓૈષધીઓ ઉગાડી સારુ સ્વાસ્થ્ય પ્રદાન થાય અને નવી પેઢી તેનું મૂલ્ય સમજી જાણકારી મેળવે તે અંગે વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા. જેમાં આશરે ૭૫ જેટલા સભ્યો સહભાગી બન્યા હતા. અકવાડના હમીરભાઇ વાડાએ ૧૦૦ થી પણ વધુ વનસ્પતિઓનું લાઇવ નિર્દશન કરી તેની ઓળખ, ઉપયોગીતા, સ્વાસ્થ્ય જાળવણીમાં મહત્વ, જૈવ વિવિધતાનો પરિચય કિશોરભાઇ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રવૃતિ દરબારમાં આવેલા આશરે ૧૦૦ જેટલા સભ્યોનું સ્વાગત 'સ્વાસ્થ્યપ્રદ સરગવાાની ચા' આપીને કરવામાં આવ્યું. શ્રી તુષારભાઇ દ્વારા દુલર્ભ વનસ્પતિ ડોડીના રોપા આપવામાં આવ્યા અને મળેલ ફંડ શહિદ ફંડમાં જમા કરાવ્યું હતું. નિશિથભાઇ મહેતા, દિલીપભાઇ શાહ, શીતલબેન શાહ, ગોૈથાભાઇ ખસીયા, હમીરભાઇ, હરેશભાઇ ત્રિવેદી, કિશોરભાઇ ભટ્ટ અને વિજ્ઞાનનગરીના અશ્વિનભાઇ પ્રજાપતિ નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. (તસ્વીર-હેવાલ- મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

 

(11:53 am IST)