Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીમાં આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં ટંકારાના શિક્ષિકાએ મેદાન માર્યું

ટંકારાની ઓરપેટ કન્યા વિધાલયમાં અંગ્રેજી વિષય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલી આદેશરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબી ખાતે આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં ટંકારા ઓરપેટ કન્યા વિધાલયમાં ફરજ બજાવતા શિક્ષિકાએ મેદાન માર્યું છે અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે
મોરબી ઓબ્સ ગાયનેકોલોજીકલ સોસાયટી અને મોરબી બ્રાંચ ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા નિબંધ લેખન સ્પર્ધા અને વાર્તાકથન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૧૭૦ એન્ટ્રી નિબંધ લેખનમાં હોવાથી ડોક્ટર્સ ડે નિમિતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિધાલયમાં અંગ્રેજી વિષય શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલી ઉદયકુમાર આદેશરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

(10:40 pm IST)