Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જૂનાગઢમાં જુગાર રમતી ૮ મહિલાઓ રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાઈ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨ :. જૂનાગઢમાં ઝાંસીબાઈના પૂતળા નજીક આવેલ નીધી એપાર્ટમેન્ટ ખાતે મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ કરીને ૮ મહિલાઓને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રૂ. ૬૪,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

પોલીસે રંજનબેન ગોપાલભાઈ જમનભાઈ પટેલ (ઉ.વ. ૫૦) રહે. જૂનાગઢ ઝાંસીના પુતળા પાસે, સહકાર પાનવાળી ગલી, નિદ્ધી એપાર્ટ. બ્લોક નં. ૨૦૩, દિવ્યાબેન કિશોરભાઈ બાલચંદભાઈ સાવલાણી સિંધી (ઉ.વ. ૨૫) રહે. જૂનાગઢ મધુરમ, મંગલધામ-૨, માંગલેશ્વર મહાદેવ મંદિર પાછળ, હર્ષાબેન જયભાઈ દેવરાજભાઈ પટેલ (ઉ.વ. ૪૨) રહે. જૂનાગઢ, રિદ્ધિ એપાર્ટ. બ્લોક નં. ૬૦૨ સહકાર પાનવાળી ગલી ઝાંસીના પૂતળા પાસે, કાજલબેન ચંદ્રેશભાઈ વિરેનભાઈ દેત્રોજા પટેલ (ઉ.વ. ૩૩) રહે. અગતરાય બસ સ્ટેશન પાસે તા. કેશોદ, કાંતાબેન મનસુખભાઈ રાઘવભાઈ રાઠોડ કોળી (ઉ.વ. ૪૦) રહે. જૂનાગઢ સંજયનગર-ગાંધીગ્રામ, રમાબેન ભીમજીભાઈ લખમણભાઈ પટેલ (ઉ.વ. ૫૫) રહે. બ્લોક નં. ૩૦૩, રિદ્ધિ એપાર્ટ., સહકાર પાનવાળી ગલી ઝાંસીના પૂતળા પાસે મનિષાબેન નીતિનભાઈ નરેશભાઈ ઢાંકા કુંભાર (ઉ.વ. ૫૪) રહે. જૂનાગઢ, નહેરૂપાર્ક શેરી નં. ૩, કાજલબા પ્રદિપસિંહ જટુભા ગોહિલ દરબાર (ઉ.વ. ૨૫) રહે. જૂનાગઢ મધુરમ એન.કે.નગર, સાંઈબાબા મંદિરવાળી ગલીની સામે કાર્યવાહી કરી છે.

આ કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટીની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચા. પો.ઈન્સ. એચ.આઈ. ભાટી, પો.સ.ઈ. આર.કે. ગોહિલ, એએસઆઈ વિ.એન. બડવા, પો. હેડ કોન્સ. વિ.કે. ચાવડા, પો. કોન્સ. દિપકભાઈ બડવા, સાહિલ સમા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ઓડેદરા, કરશનભાઈ કરમટા તથા વુમન પો. કોન્સ. વિણાબેન હરેશભાઈ નાગાણી, રાજેશ્રી ભુરાભાઈ દિવરાણીયા વગેરે પોલીસ સ્ટાફે કરી હતી.

(12:55 pm IST)