Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોના નિયમો હળવા થતા શ્રી સોમનાથ મહાદેવના ર૦ દિવસમાં ૧,૪૩,૦૦૭ ભાવિકોએ દર્શન કર્યા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ -પાટણ, તા. ર :  ભારત વિશ્વ પ્રસિધ્ધ બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર જે કોરોના નિયમ નિયંત્રણને કારણે ૧૧ એપ્રિલ ર૦ર૧ થી દર્શનાર્થીઓ માટે બંધ હતુ તે ૧૧ જુન-ર૦ર૧ થી નિયમો હળવા થતા દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું અને જૂન ર૦ર૧ ના માત્ર ર૦ દિવસમાં જ દર્શનાર્થીઓ ૧,૪૩,૦૦૭ એ શિવદર્શન કરી ધન્ય બન્યા સદાશિવના દર્શનની ધન્યતા પામવા આંશીક વાહન-રેલ્વે વ્યવહાર શરૂ થયો હોવા છતાં બહારગામથી કાર, બસ અને ખાનગી વાહનોમાં લોકો અહીં આવતાં જ રહેતા હોય છે. ચાલો, કેટલાક દિવસોના આંકડા જોઇએ.

જુન-ર૦ર૧, તા. ર૦-૧૧૪૮૬, તા. ર૧-૧૧પ૮૭, તા. ર૭-૧પ૮પર ગત રસે ર૦ર૦માં જયારે કોરોના નિયંત્રણ હળવા થતા જુનમાં સોમનાથ મંદિર ખુલ્યુ હતુ ત્યારે પ૭૪૮૮ દર્શનાર્થીઓ દર્શન કર્યા હતાં જે આ જુન ર૦ર૧ માં ૮પ,પ૧૯ નો વધારો થયો છે. જેનો સમગ્ર યશ સોમનાથ ટ્રસ્ટે કોરોના સાવચેતી ગોઠવેલી વ્યવસ્થાઓ-લોકજાગૃતિ-સ્વાસ્થ્ય સભાનતા -સહકાર મુખ્ય છે.

(12:00 pm IST)