Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કેશોદમાં બાઇક આખલા સાથે અથડાતા અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત

 કેશોદ,તા.૨:કેશોદના જયદીપ રમેશભાઈ પરમાર રાત્રીના સમયે માંગરોળ રોડપર આવેલ જેટકોમાં ફરજપર જઈ રહેલ હતા ત્યારેઙ્ગ કણેરીયાબાપા મંદિર નજીક ધારાસભ્યની કાર્યાલય સામે બાઈક આખલા સાથે અથડાતાં યુવાનને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન મોત નિપજતાં યુવાનનાં પરિવારમાં માતમ છવાયેલ છે.

તંત્ર દ્વારા રખડતા પશુઓનો યોગ્ય ઉકેલ લાવી વર્ષોથી ઉદ્ભવેલ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.

(3:54 pm IST)