Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

તલગાજરડામાં પૂ.મોરારીબાપુએ જયાં બાળપણ વિતાવ્યું હતું તે રામજી મંદિરે શનિવારથી રામકથા

ભાવીકોને રૂબરૂ ન આવવા અને યુ-ટયુબ તથા ટીવી ઉપર લાઇવ નિહાળવા અપીલ

રાજકોટ, તા., ૨: કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે બેઠા પુ. મોરારીબાપુની રામકથાનો લાભ લઇ શકે તે માટે શનિવારથી તલગાજરડા ખાતે શ્રી રામ કથાનો પ્રારંભ થશે.

ગુરૂપુર્ણિમાના શુભ અવસરે પૂ. મોરારીબાપુ દ્વારા ભકતો માટે ગુરૂપુર્ણીમાના આગલા દિવસથી તલગાજરડા ખાતે આવેલ શ્રી રામજી મંદિરેે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થશે. પૂ. મોરારીબાપુએ અહી પોતાનું બાળપણ પસાર કર્યુ હતું.

તા.૪ ને શનિવારે પ્રથમ દિવસે સવારે ૯.૩૦ વાગ્યે શ્રીરામ કથાનો પ્રારંભ થશે.  પ્રથમ દિવસે બપોરે ૧ર વાગ્યા સુધી પુ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે. ત્યાર બાદ બીજા દિવસે રવિવારથી ૯ દિવસ સુધી દરરોજ સવારે ૯.૩૦ થી બપોરના ૧ર.૦ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.

કોરોના મહામારીના કારણે લોકોરૂબરૂ કથાનું રસપાન નહિ કરી શકે.  પરંતુ આસ્થા ચેનલ અને યુ-ટયુબના માધ્યમથી ભાવીકો ઘરે બેઠા જ શ્રીરામ કથાનંૅુ રસપાન કરે. તે માટે અપીલ કરવામાં આવી છે.

(3:17 pm IST)