Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ભાવનગર શહેરમાં માં વધુ સાત પોઝિટિવ કેસ : શાકભાજીના વેપારી સહિતના ઝપટે ચડી ગયા : કુલ આંક 280 એ પહોંચ્યો

ભાવનગર તા.2: ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાવાયરસ એ હાહાકાર મચાવ્યો છે આજે સવારે ગ્રામ્ય પંથકમાં બે કેસ આવ્યા બાદ બપોરે ભાવનગર શહેરમાં વધુ સાત પોઝિટિવ કેસ આવ્યા છે.

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડો. સુભાષ દત્તાત્રાયા તેલંગ ઉં.વ 66 તબિયત બગડતાં ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ , કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અને પ્લાસ્ટીકની ફેકટરીમાં કામ કરતા સવજીભાઈ કેશવ ભાઈ ઝાંઝમેરા ઉં.વ.52 તબિયત બગડતાં યુ.એસ.સી કુંભારવાડા ખાતે સેમ્પલ લેવામાં આવેલ , ચિત્રા, સીદસર રોડ માધવાનંદ -2 માં રહેતા અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા ઉં.વ.43 તબિયત બગડતાં તબીબની સલાહ લીધી કોઈ સુધારો ન થતાં સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ, હિલ ડ્રાઇવ ફુલવાડી ચોક, પ્લોટ નં. 2214 / બી / સી -1,માં રહેતાં  અને અગાઉ પોઝિટિવ આવેલના સંપર્કમાં રહેલ કેવટ જયંતીકુમાર વાનાણી ઉં.વ. 37 ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ, નારી ગામે અમરશીભાઈ ગણેશભાઈ ડોંડા ઉં.વ.72 તબિયત બગડતાં તબીબની સલાહ લીધી અને સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ , અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ તુલસીભાઈ યાદવ ઉં.વ.32 તબિયત બગડતાં બોરતળાવ યુએસસી ખાતે સેમ્પલ લેવામાં આવેલ, નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી અને શાકભાજીના વેપારી ઉં.વ.64 તબિયત બગડતાં તબીબની સલાહ લઇને સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ તમામ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આજના નવ કેસ સાથે ભાવનગર જિલ્લા નો કુલ આંક વધીને 280 થવા પામ્યો છે.

(2:54 pm IST)