Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મોરબીમાં ધોળા દિ'એ વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : ૭.ર૦ લાખની મત્તાની ચોરી

સરદારબાગ પાછળ રહેતા વેપારી જયેશ કંસારા ૪ કલાક માટે લગ્ન પ્રસંગમાં ગયો'ને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉસેડી ગયા

તસ્વીરમાં જયાં ચોરી થઇ તે મકાન અને ઘટના સ્થળે પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા. ર : મોરબી પંથકમાં તસ્કર ટોળકીએ ધામા નાંખ્યા હોય તેમ ધોળા દિ'એ વેપારીના માત્ર ૪ કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવી ૭.ર૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં.

મોરબીના સરદાર બાગ પાછળ રહેતા જયેશ છોટાલાલ કંસારા નામના વેપારીના મકાનના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વીરપર નજીક બ્રાસપાર્ટસનું કારખાનુ ધરાવતા જયેશભાઇ નામના વેપારી પરિવાર સાથે બપોરે ૧રથી ૪ દરમિયાન લગ્ન પ્રસંગમાં ગયા હોય અને માત્ર ચાર કલાક ઘર બંધ હોય ત્યારે તસ્કરોએ ધામા નાખી મકાનમાં રહેલ રોકડ, સોનાનું મંગલસૂત્ર, ચેન સહિતના દાગીના અને રોકડ મળી ૭.ર૦ લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં ડીવાયએસપી રાધિકા ભારાઇ, એ-ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ દોડી ગઇ હતી અને ચોરીની ફરીયાદ દાખલ કરી હતી.

ધોળે દિવસે તસ્કરોએ વેપારીના ઘરના નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેકયો છે અને ધોળે દિવસે થયેલી ચોરીની ઘટનાથી લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે અને કાયદાની સ્થિતિ સામે પણ લોકો આંગળી ચીંધી રહ્યા છે.(

(12:56 pm IST)