Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બગસરા, ગઢડા, માળિયા હાટીનાના તાલુકા વિકાસ અધિકારી બદલાયા

૧૭ ટી.ડી.ઓ.ની બદલી : જસદણ, બાબરા, પાટડીમાં નવી નિમણૂક

રાજકોટ, તા. ર : રાજય સરકારે ગઇકાલે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૧૭ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.

દાહોદના લીમખેડાના સી.ડી. ભગોરાને જસદણ, બગસરાના કે.બી. પંચોલીને દાહોદના ગરબાડામાં, ગઢડાના મહેશ નાકિયાને આણંદના પેટલાદમાં, માળિયા હાટીનાના આર.કે. મકવાણાને દાહોદના સીંગવડમાં, મહેસાણાના બેચરાજીના રણજિત કટારિયાને બાબરામાં તથા બાબરાના બાબુભાઇ સોલંકીને સુરેન્દ્રનગરના દસાડા-પાટડીમાં તાલુકા વિકાસ અધિકારી પદે મૂકવામાં આવ્યા છે. અન્ય હુકમો સૌરાષ્ટ્ર સિવાઇના ગુજરાતના વિસ્તારોને સ્પર્શતા છે.

(11:41 am IST)