Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અંજારમાં ૯૩ હજારની રોકડ સાથે ૯ જુગારીઓ ઝડપાયા : એક ફરાર : ૩ મોબાઇલ સહિત ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ તા. ૨ : પૂર્વ કચ્છ એલસીબીએ અંજાર નજીક દેવળીયા ગામની સીમ પાસેથી ૯ શખ્સોને ધાણી પાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જયારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો.

પોલીસે ૯૩ હજારની રોકડ સાથે ૧૭ હજારના ૩ મોબાઈલ સહિત કુલ ૧ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઇન્ચાર્જ પીઆઇ એમ.એસ. રાણા અને સ્ટાફ દરોડાની આ કામગીરીમાં જોડાયો હતો.

(11:29 am IST)