Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરેન્દ્રનગરમાં માસ્ક સામે કડક ઝુંબેશ આદરતું તંત્રઃમેમા ફટકાર્યા

પોલીસ-મામલતદાર દ્વારા રસ્તા પર સંયુકત ઝુંબેશ હાથ ધરાઇ

વઢવાણ,તા.૨ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે.અને જિલ્લામાં ખાસ કરી શહેરી વિસ્તારોમાં કોરોના ના કેસો વધી રહ્યા છે.જેનું મુખ્ય કારણ એ છે કે લોકો માં જાગૃતિ નો આભાવ રહો છે.ત્યારે જેના કારણે જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે ગઈ કાલે પણ કોરોનાના ૧૫ પોઝીટીવ કેસો સામે આવ્યા છે.

જેના કારણે જિલ્લા કલેકટર   કે.રાજેશ દવારા લોકો અને ખાસ કરી જિલ્લાના વેપારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે માસ્ક બાંધ્યા વગર ખરીદી કરવા આવતા લોકોને વસ્તુઓનું વેચાણ ન કરવું અને ફરજિયાત માસ્ક ગ્રાહકો ને બંધાવવું જેના કારણે જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલતો અટકે અને જેમ બને તેમ બજારો માં ભીડ એકઠી ન થવા દેવા પણ સૂચના આપવા માં આવી છે

 જિલ્લા પ્રસાસન વિભાગ લોક જાગૃતી માટે અને ખાસ કોરોના જિલ્લામાં ફેલાતો અટકે તે હેતુ થી જિલ્લામાં વગર માસ્ક બાંધી અને શહેર માં લટાર મારતા લોકો ને દંડિત કરવામાં આવ્યા હતા. ખાસ વગર માસ્ક બાંધ્યા વગર પસાર થતા લોકો ને માસ્ક બાંધવા સૂચનાઓ આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર સિટી મામલદાર   એન.એચ પરમાર સર્કલ ઓફિસર  સંદીપ ભાઈ ગાંધી સાથે પોલીસ સાથે રાખીને વગર માસ્ક બાંધીને શહેરમાં વાહન ચલાવતા લોકોને મેમા આપવામાં આવ્યા હતા.

(9:45 am IST)