Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઓખા જખૌ વચ્ચે ઝડપાયેલા ૧૭૫ કરોડના હેરોઇન કાંડના પાકિસ્તાની આરોપીનું ભુજની જેલમાં મોત

ગત જાન્યુ.ના કોસ્ટગાર્ડ, એટીએમના સંયુકત ઓપરેશન દરમિયાન પાંચ પાકિસ્તાનીઓ હેરોઇન ભરેલી બોટ સાથે ઝડપાયા હતા

ભુજ તા. ૨ : ભુજની ખાસ જેલમાં કેદ ૩૫ વર્ષીય પાકિસ્તાની યુવાન અબ્દુલકરીમ અબ્દુલ્લા ભટ્ટીનું મગજની બીમારીથી મોત નીપજયું છે.

જેલ સુપ્રી. ડી.એમ. ગોહીલના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની કેદી અબ્દુલ કરીમને ઘણા દિવસોથી મગજની બીમારી હતી. તેની ગઈકાલે વધુ તબિયત બગડતાં ભુજનીઙ્ગ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જયાં તેનું મોત થયું હતું.

મૃતક સહિત પાંચ પાકિસ્તાનીઓને ગત ૬ જાન્યુ. ના કોસ્ટગાર્ડ, એટીએસે સંયુકત ઓપરેશન દ્વારા ઓખા જખૌ વચ્ચે ૧૭૫ કરોડનું હેરોઇન ભરેલી બોટ સાથે ઝડપી પાડ્યા હતા. આ પાંચેયને ૧૩ જાન્યુઆરીએ ભુજની પાલારા ખાસ જેલમાં બંદીવાન બનાવી કેદી તરીકે મુકાયા હતા.

(12:29 pm IST)