Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજકોટમાં વ્યાજે લીધેલ પૈસા ખેડુતે પરત કર્યા બાદ પણ વ્યાજખોરોએ જમીનના દસ્તાવેજો પરત ન આપતા કાલાવાડમાં ફરીયાદ

જામનગર તા.ર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વલ્લભાઇ અરજણભાઇ કોટાડીયાએ ફરીયાદ નોંધાવી છે કે તા. ૪-૩-૧૬ ના રોજ રાજકોટ બાપાસિતારામ ચોકમાં ફરીયાદી વલ્લભભાઇએ આરોપી જીવરાજભાઇ મોહનભાઇ ગલાણીપાસેથી આરોપી રમેશભાઇ ભીમજીભાઇ ગમઢા દ્વારા વ્યાજે રાુ.૩૦,૦૦,૦૦૦-૩ ટકાએ લીધેલ હોય જે પેટે તેણેતેની પત્નીના નામની ખેતીની જમીન આરોપી જીવરાજભાઇના નામે દસ્તાવેજ કરી આપેલ અને રૂપિયા પાછા આપી તે વખતે જમીનનો દસ્તાવેજ કરીઆપીએ શરતે અને ફરીયાદી વલ્લભભાઇએ રૂપિયા વ્યાજ સહિત પરત આપી દિધેલ હોવા છતા આરોપી જીવરાજભાઇએ પોતાની નામની એન્ટ્રી કરાવી લીધેલ હોય અને જમીન પરત નહી આપી તથા આરોપીઓ જીવરાજભાઇ તથા રમેશભાઇએ જામીન પરત નથી દેવી તેમ કહી ગાળોકાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સરવાણીયા ગામે જુગાર

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે સરવાણીયા ગામે પરષોતમભાઇ આલાભાઇ ચૌહાણ, વિનોદભાઇ રાજાભાઇ ચૌહાણ, દેવશીભાઇ વીરાભાઇ ચૌહાણ, નાથાભાઇ રાજાભાઇ ચૌહાણ, કાનાભાઇ વાલાભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ વીરાભાઇ ચૌહાણ જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ. રપપ૦ તથા ત્રણ મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૧પ૦૦ સાથે મળી કુલ રૂ.૪૦પ૦ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છ.ે

નાનાવડાળા બસ સ્ટેશનમાં દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યુવરાજસિંહ જટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે નાના વડાળા બસ સ્ટેશન પાસે નીકાવામાં જયપાલસિંહ જશુભા જાડેજા, રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ડાભી એ ઇંગ્લીશ દારૂ એપીસોડ કલાસીક વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. કુલ બોટલ નંગ-૪, કિંમત રૂ. ર૦૦૦/- તથા હોન્ડાઇ કંપનીની સેન્ટ્રોકાર જૈન સાથે ઝડપાઇ ગયેલ છે.

સાપ કરડી જતા મોત

ગોલણીયા ગામે રહેતા છત્રાભાઇ પુનિયાભાઇ ભુરીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ર૭-૬-૧૯ના લલોઇ ગામની સીમમાં રોહિતભાઇ છત્રાભાઇ ભુરીયા (ઉ.વ.૧૦) રે. ગોલણીયા ગામ, તા. કાલાવડ ને ડાબા પગે અંગુઠા તથા આંગળી વચ્ચે સાપ કરડેલ જેથી સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલમાં લઇ ગયેલ. સારવાર દરમ્યાન મરણ ગયેલ જાહેર કરેલ છે.

બિમારીથી કંટાળી જઇ વૃધ્ધે આયખું ટુંકવ્યું

ગોપ ગામે રહેતા નારણભાઇ અરજણભાઇ મહેતા એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સવજીભાઇ અરજણભાઇ મહેતા ઉ.વ. ૬પ, રે. મોટીગાપવાળા લાંબી બીમારીને કારણે કંટાળી જતા પોતાની ઘરે જાતે સળગી મરણ ગયેલ છે.

(1:23 pm IST)