Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ચોટીલા પાલિકાનાં વહીવટી ગેરરીતીના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી તપાસની માંગ

ભૂગર્ભ ગટર વાર્ષિક કોન્ટ્રાકટમાં ગોલમાલઃ નજીકની વ્યકિતની ગે. કા ભરતી અને પ્રમુખની બદલે અન્ય દ્વારા ચાલતા વહીવટનો આક્ષેપ

ચોટીલા, તા.૨:ચોટીલા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનાં આક્ષેપ સાથે કોગ્રેસનાં ૭ સભ્યોએ પ્રાદેશિક કમીશ્નર સહિતનાને  પગલાની માંગ કરતા રાજકીય ગરમાવો વ્યાપેલ છે.

આ અંગે પત્રકારોને આપેલ માહિતીમાં કોગ્રેસનાં સાત સભ્યોની સહીઓ સાથે અલગ અલગ અરજીમાં કેટલાક પુરાવાઓ સાથે ભ્રષ્ટાચાર, મનસ્વી વહીવટ, અને ગેરરીતી સહિતની રજુઆત સાથે તપાસની માંગ કરી.

અરજીમાં વર્તમાન ભાજપની બોડી સામે ચૌકાવનારા આક્ષેપ કરેલ છે જેમા ભુગર્ભ ગટરનો વાર્ષિક કોન્ટ્રાકટમાં ગે. કા રીતે રદ કરી આપેલ કામ અને ચુકવેલ બીલ ની સામે જવાબદારો સામે પગલા લેવા તેમજ પાલિકાના સેટ અપ મા ખાલી જગ્યા નથી તેમ છતા સેનીટેશન વિભાગમાં નજીકનાં સંગ્ગા અને સમાજ સંગઠક તરીકે પરીવારની વ્યકિત ને રાખેલ છે જેઓને ચુકવેલ પગારની વસુલાત કરવા માંગણી કરેલ છે. પાલિકાનો કરતા અન્ય લોકો ગેરકાયદેસર કરી પાલિકાને આર્થિક નુકશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમજ જેઓની સામે એસીબીની તપાસ ચાલુ છે તેવા છુટા કરાયેલ પૂર્વ કર્મી સાથે  મીલાપીપણા થી ગે. કા વહીવટી કામગીરી થાય છે, એકાઉન્ટ વિભાગનાં કર્મચારીઓનાં ખાનગીમાં જવાબ લેવાની માંગણી કરેલ છે.

ઉચ્ચ કક્ષાએ સામુહિક રીતે કોગ્રેસ દ્વારા ભાજપ શાસિત પાલિકાનાં તમામ વાવચરની તપાસ પ્રમુખની સહીના નમુના મેળવી ફોરેન્સિક ચકાસણી કરાય તો રાજયમાં કોઇ પાલિકામાં ન હોય તેવી ગેરરીતી બહાર આવે તેમ હોવાનું જણાવેલ છે.

ઉચ્ચ કક્ષાએ થયેલ અરજીને લઈને અધિકારીઓની તપાસ ચાલુ થયેલ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને આ મામલે ન્યાયિક તપાસ નહી થાય તો કોગ્રેસનાં સભ્યો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપેલ છે. ત્યારે વધુ કેટલીક નવાજુની સર્જાય તેવા એંધાણ છે.

(1:23 pm IST)