Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

જોડીયા સર્વોદય સેવા સહકારી મંડળીની વાર્ષિક સભા સંપન્ન

જોડીયા તા.૨: અત્રેની સર્વોદય સેવા સહકારી મંડળીની એકતાલીસમી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ મગનભાઇ માધવજીભાઇ ભીમાણીના અધ્યક્ષ સ્થાને યોજવામા આવેલ.

કાર્યક્રમમાં અથિથિ તરીકે જિલ્લા સહકારી બેંકના એમ.ડી. જીવણભાઇ કુંભારવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. સભાસદો અને આમંત્રિત મહેમાનોનું  સ્વાગત પ્રવચન સાથે મંત્રી વિનોદભાઇ લાલજીભાઇ કાસુન્દ્રાએ  એજન્ડાનુ વાંચન કર્યુ અને જણાવેલ ચાલુ વર્ષે મંડળી દ્વારા પાંચ લાખ છત્રીસ હજાર પુરાનો નફો કરેલ છે આ સભામાં ખેડૂતોના હિતમાં નવ જેટલા જુદા-જુદા ઠરાવને સર્વાનુમને મંજુરી અપાઇ હતી.

બેંકના એમ.ડી.જીવણભાઇ કુંભારવાડીયાએ  જણાવેલ કે ચોમાસામાની પેટન બદલાય રહી છે. જેથી આધુનિક ખેતી કાર્યો પર ભાર મુકયો હતો. આ ઉપરાંત મંડળી દ્વારા કાર્યનો નોંધ સભાસદોને માહિતી આપવાથી મંડળીની વિશ્વનિયતા વધશે. મંડળીની પારદર્શક વહિવટને શ્રેષ્ઠ ગણાવેલ.કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ મગનભાઇ માધવજીભાઇ ભીમાણીએ મંડળીના વહીવટીમાં  સહભાગી અને સહકાર આપવા બદલ આભારમ વ્યકત કર્યો હતો. તથા કર્મચારી મનસુખભાઇ તથા કારોબારી સભ્ય યોગેશભાઇ તથા અન્ય સભ્યોએ  કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહમેત ઉઠાવી હતી.

(11:28 am IST)