Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

પોરબંદરના માછીમારોના પ્રશ્ને બાબુભાઇ બોખીરીયાના સફળ રજૂઆતોને આવકાર

પોરબંદર, તા. ર : માછીમારોની ૪૬૬ ફીશીંગ બોટોને ડોકયુમેન્ટ અને આઇએમબીએલમાં નેવી દ્વારા જપ્ત કરેલ તેમજ બોટના લાયસન્સ ડીઝલ કાર્ડ સહિત પ્રશ્ને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા સફળ પ્રયાસોને ભાજપ શહેર પ્રમુખ ખીમજીભાઇ મોતીવરસે આવકારેલ છે.

મચ્છીમારોના કરેલ કામો અંગે ખીમજીભાઇ મોતીવરસે જણાવેલ કે,સને ર૦૧રથી સબસીડી મળતી રહેલ છે જે આજ સુધી ચાલુ છે. ૪૬૬ બોટોના ડોકયુમેન્ટ આઇ.એમ.બી.એલ.માં નેવી દ્વારા જપ્ત કરેલ તે પરત અપાવેલ છે. ર૦૦૩થી જે બોટોને ફીશરીઝ દ્વારા કોલ અને લાયસન્સ આપેલ હતા, પરંતુ ડીઝલ કાર્ડ નહોતા આપતા તેવી બોટોને પ૭પ ડીઝલ કાર્ડ આપવના દ્વારા કઢાવી આપેલ છે.

પાકિસ્તાનમાંથી પ૭ બોટો સફળ રજૂઆતના કારણે છૂટી ખર્ચ સરકારે કરેલ તે વિશેષતા છે. પ કરોડનું ડ્રેજીંગ ર૦૧રમાં કરી આપેલ. ૧૪ કરોડનું એફ.ટી.ડી.નું કામ કરી આપેલ છે જેમાં રોડ અને ફીંગર જેટીનું કામ કરી આપેલ છે. ર૦૧૭માં ૧ર કરોડનું ડ્રેજીંગ કરાવી આપેલ છે જેમાં અસ્માવતી ઘાટથી લાકડીબંદર સુધીનું ડ્રેજીંગ કરાવી આપેલ છે. નાના પીલાણા માટે જે ૩૪ લીટર કેરોસીન મળતું હતું જે વધારીને ૧પ૦ લીટર કરી આપેલ છે. પીલાણા (નાની હોડી) મશીન ઉપર વર્ષોથી ૩૦,૦૦૦ સબસીડી મળતી હતી તેને વધારીને ૯૦,૦૦૦ કરી આપેલ છે.

અત્યારે હાલમાં ૧પ કરોડ રૂપિયાનું કામ પોર્ટ દ્વારા બંદરમાં કામ ચાલુ છે તેમાં નારણ સુધાવાળી પ્લોટ, નારણ મેપાના કસરથી ભગીરથી ત્યાંથી અભિમન્યુ ક્રસર ત્યાંથી એફ.ટી.ડી. સુધીનું કામ ચાલુ છે અને અત્યારે લકડીબંદર જેટીનું કામ ચાલુ છે તેવી જ રીતે જૂના બંદર કાટા કોટડીએ પણ કામ ચાલુ છે.

બંદરમાં જેટીના બાકી કામ છે તેમાં એપ્રો વિથ લેન્ડીંગ કવે સુભાષનગર, નારણ સુધાવાળી પાછળ સુભાષનગર ગોદી ૪૦૦થી પ૦૦ મીટર, નારણ સુધાવાળીમાં બાકી રહેતુ ૭પ મીટર નારણ દલાલની સામે, લકડીબંદર પલ પાસે ૧૦૦ મીટર, ડ્રાઇ ડોકથી માવજીભાઇના પેટ્રોલ પંપ સુધી પ૦ મીટર, ડ્રાઇ ડોક કમ્પાઉન્ડની ખાડી સાઇડ ૬૦ મીટર, સીદીપીર પાછળનો ભાગ ૧પ૦ મીટર, આરબુટની સીડી પાસેથી નારણ સુધાની ઓફીસ સુધી ૧૧૦ મીટર, બંદરનું આટલુ કામ થાશે તો બોટ માલીકોને હાલ પૂરતી ઘણી રાહત થશે તેમ ખીમજીભાઇએ જણાવીને બાબુભાઇ બોખીરીયાને લેખિત રજૂઆત કરી છે.

(11:17 am IST)