Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

લીંબડીના કટારીયા પાસે રેતી, ઇંટ ભરેલ બે ડમ્પર વચ્ચે ટક્કરઃ બે લોકોને ગંભીર ઇજા

વઢવાણ, તા., ૨: લીંબડી-બગોદરા નેશનલ હાઇવે રોડ પર ઇંટ અને રેતી ભરેલ બે ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. વિગત મુજબ લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે રાત્રે ઇંટો અને રેતી ભરેલા બે ડમ્પરો પલ્ટી ખાઇ જતા તેમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક લીંબડી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. (૪.૫)

(12:50 pm IST)