Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મોરબીમાં ઘોડીપાસાના પાટલા પર એલસીબી ત્રાટકી : ૬ શખ્સો પકડાયા

૧.૬૦ લાખની રોકડ સહિત ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ શખ્સો અને મુદ્દામાલ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ)

મોરબી તા. ૨ : મોરબીના મેમણ શેરીમાં ઘોડી પાસનો જુગાર રમતા અર્ધો ડઝન શખ્સ ને એલ.સી.બી. રૂપિયા ૧.૭૬ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ની સૂચના મુજબ એલ.સી.બી ના ઇન્ચાજ પી.આઈ આર.ટી. વ્યાસના જરૂરી માર્ગદર્શન હેઠળ જુગાર ની બદી નાબૂદ કરવાની સૂચના મળતા એલ.સી.બી. ના સંજય આહીર અને જયવતસિંહ ગોહિલ ને મળેલી બાતમીના આધારે કે મેમણ શેરીમાં જુગાર રમાતો હોવાની આધારે દરોડા પાડતા આરીફ યાકુબભાઈ મેમણ રહે કુબેરનાથ રોડ , મેમણ શેરી વાળના મકાનમાં દરોડો પાડતા આરીફ તેમજઙ્ગ ઓસમાણ અલ્લારખા મેમણ, આમદ સતારભાઈ કાસમાંણી, યાસીન રજકભાઈ મેમણ, અનવર મુશાભાઈ મતવા, હુસેન ઉર્ફે જોની જુમભાઈ મનસુરી સહિત અર્ધો ડઝન શખ્સ ને રૂપિયા ૧.૬૦ લાખ રોકડા , ૧૬ હજાર ૪ મોબાઈલ સહિત રૂપિતા ૧.૭૬.૫૦૦ની રોકડ સાથે ઘોડી પાસનો જુગાર રમતા ઝડપી લીધા હતા અન્ય એક આરોપી ઇમરાન સલીમભાઈ મેમણનું નામ ખુલતાઙ્ગતેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમાં આવી છે. આ અંગે  એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે પણ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપી એલ.સી.બી ઘોડી પાસનો જુગરધામ ઝડપી લેતા સ્થાનિક પોલોસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે તો કેટલા સમયથી આ જુગાર રમાતો અને બીજું કોણ કોણ અહીં રમવા આવતું તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.(૨૧.૧૭)

(12:49 pm IST)