Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત

અમરેલી જિલ્લામાં ૪૨૩ કામો પૂર્ણ થયા

અમરેલી તા.૨:ગુજરાત રાજય સ્થાપના દિન નિમિત્ત્।ે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્લો પણ જોડાયો છે. રાજય સરકારના દીર્ધદ્રષ્ટિભર્યા નિર્ણયથી આશિર્વાદસમા જળ અભિયાન અંતર્ગત ઠેર-ઠેર તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે.

 

અમરેલી જિલ્લામાં તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના ૫૫૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી તાલુકામાં ૬૪ કામો પૂર્ણ થયા છે અને ૧ કામ પ્રગતિ તળે છે જયારે વડીયા-કુંકાવાવ તાલુકામાં ૨૪ કામો પૂર્ણ થયા છે અને ૨ કામો પ્રગતિ તળે છે. લાઠી તાલુકામાં ૬૫ કામો પૂર્ણ થયા છે અને ૩ કામો પ્રગતિ તળે છે. બાબરા તાલુકામાં ૪૪ કામો પૂર્ણ થયા છે અને ૩ કામ પ્રગતિ તળે છે. ધારી તાલુકામાં ૩૪ કામો અને બગસરા તાલુકામાં ૩૩ કામો પૂર્ણ થયા છે

રાજુલા તાલુકામાં ૨૪ કામો પૂર્ણ થયા છે. જાફરાબાદ તાલુકામાં ૩૭ કામો પૂર્ણ થયા છે. ખાંભા તાલુકામાં ૧૮ કામો પૂર્ણ થયા છે.

સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૪૧ કામો પૂર્ણ થયા છે અને ૧ કામ પ્રગતિ તળે છે. જયારે લીલીયા તાલુકામાં ૨૨ કામો પૂર્ણ થયેલ છે.સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા.૩૧ મે-૨૦૧૮ની સ્થિતિએ, અમરેલી જિલ્લામાં મનરેગા યોજના હેઠળના ૧૩૧, નગરપાલિકા વિસ્તારમાં ૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ કામો સહિત ૧૪૫ કામો પ્રગતિ તળે છે. ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા ૧૭ કામો સહિત કુલ ૪૨૩ કામો પૂર્ણ થયા છે.(૨૨.૪)

(12:47 pm IST)