Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મોરબીમાં પોસ્ટમેન પર ખૂની હુમલો

મોરબી, તા.૨: મોરબીના સો ઓરડી વિસ્તારમાં ડિલવેરી કરવા ગયેલા પોસ્ટમેન પર સામન્ય બાબતે તે વિસ્તારમાં રહેતા શખ્સે જીવલેણ હુમલો  કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ મોરબી માં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દ્યનશ્યામભાઈ દેવશીભાઈ રાજોડીયા વાળો ગત તારીખ ૩૧ ના રોજ રૂટિન કામ મુજબ પોસ્ટ સહિતના જે પાર્સલ આવ્યા હોય તેની ડિલિવરી કરવા માટે સો ઓરડી વિસ્તારમાં ગયો હતો ત્યારે ડિલિવરી કરવા ગયો ત્યારે રાજુ મલાભાઈ રાતડીયા નામના શખ્સે એમ કહી ને પોસ્ટમેન માર માર્યો કે તને ના પાડી છે ને કોઈને પૂછ્યા કોઈના દ્યરમાં દ્યુસી ને ટપાલ દેવા દ્યુસી જાય છે જે અંગે દોઢ વર્ષ પહેલાં માથાકૂટ થઈ હતી અને ફરિયાદ તારીખ ૩૧ ના રોજ ફરી તે વિસ્તારમાં થી નીકળો હશે ત્યારે જૂની અદાવત નો ખાર રાખી આરોપી રાજુ એ ફરિયાદી મારમર્યો હતો ને બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી જેની વધુ તપાસ પી.એસ.આઈ આર.જે.મલેક ચલાવી રહ્યા છે. (૨૩.૮)

(12:42 pm IST)