Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જામજોધપુરના ભોજાબેડી ગામે ખરાબામાંથી માટી ભરવા બાબતે સશસ્ત્ર જૂથ અથડામણ

જામનગર તા. ૨ : શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અજયભાઈ ઉર્ફે અજાભાઈ બઘાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ભોજાબેડી ગામે હુશેનભાઈ નુરમામદભાઈ, વાલીમામદભાઈ અલારખાભાઈ, સબીરભાઈ વલીમામદભાઈ, અફજલ, યુસુબભાઈ જુસાભાઈ, કાસમભાઈ કારાભાઈ, મામદભાઈ નુરમામદભાઈ રે. બધા ભોજાબેડી ગામ, તા.જામજોધપુર એક જે.સી.બી. તથા ત્રણ ટ્રેકટર સાથે પોતાની વાડીની બાજુમાં સરકારી ખરાબામાંથી માટી ભરવા ગયેલ ત્યારે ફરીયાદી અજયભાઈ એ સદરહુ જગ્યાએ આવીને સદરહુ જગ્યાએથી તમો માટી ભરતા નહી આ જગ્યા મે વારેલ છે તેમ કહેતા આ  કામના આરોપી હુશેનભાઈ નુરમામદભાઈએ જણાવેલ કે ભલે અમો અહીથી માટી નહી ભરીએ તેમ કહેતા આ કામના ફરીયાદી અજયભાઈ તથા સાહેદો પોતાના ઘર તરફ જવા પરત વળતા  મામદભાઈ નુરમામદભાઈ એ એક કુહાડીનો ઘા ફરીયાદી અજયભાઈને માથામા મારી તથા  હુશેનભાઈએ સાહેદ નાજાભાઈ ને માથામા ધારીયા નો એક ઘા મારી જીવલેણ હુમલો કીર તથા જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી અજયભાઈ તથા સાહેદ નાજાભાઈ ઉપર પ્રાણઘાતક હથીયારો તથા લાકડીઓ વડે શરીરને મૂંઢ ઈજાઓ કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ત્યારે હુશેનભાઈ નુરમામદભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, ભોજાબેડી ગામે તેની વાડી પાસે ટ્રેકટર તથા જે.સી.બી. વડે સરકારી ખરાબા માંથી માટી ભરવા જતા આરોપીઓ અજયભાઈ બધાભાઈ ભરવાડ, નાજાભાઈ બધાભાઈ ભરવાડ, ભરતભાઈ બધાભાઈ ભરવાડ, બધાભાઈ અમરાભાઈ ભરવાડ, રે. ભોજાબેડી ગામઓએ કહેલ કે આ જગ્યા મે વારેલ છે અહીથી માટી ભરતા નહી જેથી ફરીયાદી હુશેનભાઈએ કહેલ કે આ જગ્યા સરકારી ખરાબો છે અહી કોઈની માલીકી નથી તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદી હુશેનભાઈને  તથા સાહેદોને ગાળો કાઢી સાહેદ મામદભાઈને અજયભાઈએ કુહાડી વડે માથાના ભાગે ગંભીર ઈજા કરી ભરતભાઈએ લોખંડના પાઈપ થી મુંઢ ઈજા કરી ફરીયાદી હુશેનભાઈને તથા સાહેદ મામદભાઈને ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(11:55 am IST)