Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પ્રભાસપાટણ સી.બી.આઇ જયોતિ અને આજોઠા ફીડર હેઠળના વિસ્તારોમાં લાઇટના ધાંધીયા

કાજલી ગામના સરપંચની રજૂઆત

પ્રભાસપાટણ તા.ર : પ્રભાસપાટણ ડિવીઝન હેઠળ આવતા સીબીઆઇ જયોતિ ફીડરમાં વીજળીના ભયંકર ધાંધીયા જોવા મળે છે. જયોતિ લાઇટ ૨૪ કલાક આપવાની થાય છે પરંતુ તે લાઇટના  ખૂબ જ ધાંધીયા જોવા મળે છે. જયોતિ માત્ર નામ પુરતી જ છે.

આ પ્રભાસપાટણ સીબીઆઇ ફીડર હેઠળ આવતા ગામોમાં કાજલી, સોનારીયા, બાદલપરા, મેઘપુર, આજોઠા, બીજ સહિતના ગામોનો સમાવેશ થાય છે. વારંવાર લાઇટ જવી લાઇટ જાય તો રીપેરીંગ થતી નથી. રાત્રીના ૧૨ કલાક પછી વીજ ફોલ્ટ સર્જાય તો રીપેરીંગ થતુ નથી. અને બીજા દિવસે રીપેર થાય છે. વિજ કચેરીમાં ઓછો સ્ટાફ અને વાહનોને કારણે ઝડપથી ફોલ્ટ રીપેરીંગ થતા નથી. વિજ વાયરને અડચણરૂપ ઝાડને કાપવાની કામગીરી કાગળ ઉપર થાય છે અને બિલ ઉધારાય જાય છે. છેલ્લા એક માસથી વિજ ધાંધીયા પ્રવર્તમાન છે છતા કોઇ જાતનું ધ્યાન આપવામાં આવતુ નથી.

આથી સીબીઆઇ જયોતિ ફીડર અને આજોઠા ફીડરમાં વ્યવસ્થિત વીજળી આપવા માટે કાજલી ગામના સરપંચ મેરગભાઇ અરજણભાઇ બારડ દ્વારા માંગણી કરેલ છે.

(11:41 am IST)