Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જેતપુરમાં વેપારી રાજેશ ઘરેથી સોપારીનું વેચાણ કરતો'તો! પોલીસનો દરોડો

અગાઉ પણ રાજેશ પાન-મસાલા વેચતા પકડાઇ ગયો'તોઃ ઇમ્તીયાઝ અને રમણીક દવે પણ ગુટખા વેચતા પોલીસની ઝપટે ચડી ગયા

જેતપુર, તા.૨: જેતપુરમાં લોકડાઉન વચ્ચે ઘરેથી સોપારીનું વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી લીધો હતો.

સોની બજારમાં આવેલ પાન બીડી હોલસેલની દુકાનમાં વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી માલ જપ્ત કરેલ. આ પેઢીના માલીક રાજેશ ચંદુભાઇ ગણાત્રા પોતાના ઘેરથી વેચાણ કરતા હોવાનો વિડીયો વાઇરલ થતા પોલીસે વોચ ગોઠવતા તેમના ઘેરથી ૪ કીલો સોપારી ભરેલ કોથળો કિ.રૂ.૧૪૦૦૦નો લઇ જતામળી આવતા પોલીસે રાજુભાઇ ગણાત્રા સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરેલ.

અગાઉ પણ રાજેશ પાન, મસાલાનો વેચાણ કરતા પકડાઇ ગયો હતો.

આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન નવાગઢ SBI રોડ પર રહેતો ઇમ્તીયાઝ કરીમભાઇ રાઠોળ તેમજ ગઢની રાંગ પાસે રમણીકભાઇ મોહનભાઇ દવે પોતાના ગુટકા વહેચતા હોય બંને શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ.(

(1:04 pm IST)