Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ભાણવડમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

ખંભાળીયા, તા.૨: મુળ ભાણવડ અને હાલ જામનગર રહેતા એક પરિવારની આઠ વર્ષિય બાળકી ઉપર સંદીપ રણજીત શિંગડીયા મુળ પાછતર હાલ રહે. જણજીતપરા સગર સમાજ પાસે રહેતાં શખ્સે ગત તા.૨૮ના બપોરના સમયે પોતાની પરમેશ્વર ઇલેકટ્રીક નામની દુકાન પાછળ બાળકીને લલચાવી ફોસલાવી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. બીજા દિવસે બાળકીના ઘરે ઉપરના માળે રૂમમાં પ્રવેશી દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભોગ બનનારની માતાને ખબર પડતાં સંદીપ રણજીત શિંગડીયા વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા ખંભાળીયા મહિલા પોલીસે શખ્સ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

(12:57 pm IST)