Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જસદણ પંથકમાં પાંચ બાઇકની ઉઠાંતરી કરનાર તસ્કર ત્રિપુટીને એસ.ઓ.જી.એ ઝડપી લીધા

બાઇકની ચોરી કરી સ્પેરપાર્ટસ અલગ કરી વેચી નાખતો'તાઃ રોહિત જખાણીયા, દિનેશ ઉર્ફે જીલુ ચારોલા તથા રમેશ કોળીની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે (નીચે બેઠેલા) તસ્કરો સાથે રૂરલ એસ. ઓ. જી.નો સ્ટાફ નજરે પડે છે. (પ-રર)

રાજકોટ તા. પ :.. જસદણ પંથકમાં પાંચ બાઇકની ઉઠાંતરી કરનાર તસ્કર ત્રિપુટીને રૂરલ એસ. ઓ. જી.એ ઝડપી લીધી હતી.

 પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર એચ..જી.પલ્લાચર્યા  સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ હિતેષભાઇ અગ્રાવત, જયવિરસિહ રાણા,  ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે હકીકત મળેલ કે શિવરાજપુર ગામે ગોખલાણા રોડ ઉપર આવેલ ડોળા વિસ્તાર માં રહેતો રોહીત કવુભાઇ નામનો દેવીપુજક  તથા દિનેશ ઉર્ફે જીલુ નામનો દેવિપુજકપુ  રમેશ બાવળીયા નામનો ઇસમ  મળી જસદણ તથા આજુ-બાજુ ના વિસ્તાર માંથી જુદી-જુદી જગ્યા એ થી મોટરસાયકલ ની ચોરી કરી અને તેના સ્પેર પાર્ટસ અલગ કરી અને તેનુ વેચાણ કરેછે અને ચોરી કરેલ મોટરસાયકલો પોતે શિવરાજપુર ગામે ડોળા વિસ્તાર માં પોતાના ઝુંપડે રાખેલ હોય જે બાબતે ત્રણ ઇસમોને ચોરીના પાંચ મોટરસાયકલ સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરી હતી.રૂરલ એસઓજીએ રોહીત કવુભાઇ જખાણીયા  ધંધો-મજુરી રહે મુળ ઢેઢુકી ગામ ચામુંડા માતાજી ના મઢ પાસે તા.વિંછીયાઙ્ગ હાલે શિવરાજપુર ગામ ગોખલાણા રોડ ડોળા તળાવ પાસે ઝુંપડા માં તા.જસદણ અને દિનેશ ઉર્ફે જીલુ ભગુભાઇ ચારોલા  ધંધો-મજુરી રહે શિવરાજપુર ગામ ગોખલાણા રોડ ડોળા તળાવ પાસે તથા રમેશ લદ્યરાભાઇ બાવળીયા જાતે કોળી ઉ.વ.-૩૬ ધંધો-મજુરી રહે મુળ રેવાણીયા ગામ તા.વિંછીયા હાલે વિછીયા ગામ નવામાર્કેટ યાર્ડ પાસે ઝુંપડા માંઙ્ગ એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીસ્પ્લેંડર પ્લસ જીજે-૦૩-સી.એમ.-૦૯૯૯, હીરો હોન્ડા સીડી ૧૦૦ જીજે-૦૩-એસ.-૧૪૬૧ , હિરોહોંડા સ્પ્લેંડર જીજે-૦૧-બી.કયુ.-૮૪૭૩ , હિરોહોંડા સીડી ૧૦૦ જીજે-૦૫-એ.ઇ.-૫૬૮૦, હિરો સ્પ્લેંડર પ્લસ જીજે-૦૩-કે.એફ.-૯૧૧૫ એમઙ્ગ કુલઙ્ગ રૂપિયા-૮૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જસદણ પોલીસને હવાલે કર્યા હતાં.

(11:44 am IST)