Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે ભુક્કા બોલાવતી ગરમીઃ ૪૪ ડીગ્રી તાપમાનઃ સુરેન્દ્રનગર ૪૩.૪,રાજકોટ- અમદાવાદમાં ૪૩.૦ ડીગ્રી ધોમધખતો તાપ

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ  પોકારી ગયા છે. આજે ભાવનગરમાં સતત ત્રીજા દિવસે સૌથી વધુ ૪૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે સ્વયંભુ કરફર્યુ હોય તેવો માહોલ સર્જાયો છે.

આ ઉપરાંત આજે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૩.૪ ડીગ્રી, રાજકોટ અને અમદાવાદનું ૪૩.૦ ડીગ્રી તાપમાન રહયું છે. જયારે ગાંધીનગર ૪ર.૭, ડીસા ૪ર.પ,  અમરેલી ૪ર.૩, કંડલા એરપોર્ટ ૪ર.૦, વલ્લભ વિદ્યાનગર ૪૧.૩, વડોદરા ૪૧.૩, ભુજ ૩૯.ર, ન્યુ કંડલા ૩૭.૧, પોરબંદર ૩૪.૦, વેરાવળ ૩ર.૯ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

(8:58 pm IST)