Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કોડીનાર એસબીઆઇ સીડીએમ મશીન માંથી ર હજારની નકલી નોટ જપ્‍ત

૫૦ દિવસ બાદ પોલીસ ફરિયાદઃ ૫૭ નોટ કબજે કરીને તપાસનો ધમધમાટ

 વેરાવળ, તા.૦૨: કોડિનાર સીડીએમ મશીનમાંૅ એક ગ્રાહક દ્વારા ૨૦૦૦ રૂપીયાની બનાવટી ચલણી નોટો ૨૯ રૂા. ૫૭૦૦૦ની ઝડપાય જતા ૫૦ દિવસ બાદ એસ.બી.આઇ ના નોડલ ઓફીસર દ્વારા વેરાવળ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.આ બનાવની વિગત એવી છે કે વેરાવળ સટા બજાર બ્રાંન્‍ચમાં જીલ્લાના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવેન્‍દ્રસિંન્‍હાએ તા.૦૧ ના રોજ ફરીયાદ નોધાવેલ છે ફૂદીખીપ હરીભાઇ ખેર રહે. ખેરા તા. સુત્રાપાડા વાળા એ તા.૧૦/૩ના રોજ કોડીનાર સીડીએમ મશીનમાં રૂા.૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટો નંગ ૨૯ રૂા. ૫૮૦૦૦ની મશીનમાં પોતાના ખાતામાં જમા કરાવી દીધેલ આ ગ્રાહકે સાચા નાણ તરીકે બેંકમાં જમા કરાવેલ.કોડીનાર એસ.બી.આઇના અધિકારીએ જણાવેલ હતું કે તા.૧૦/૩ના રોજ બપોરના કોઇ વખતે આ ગ્રાહક દ્વારા સાચા નાણા પોતાના ખાતામાં જમા કરાવવા માટેૅ મશીનમાં નાખેલ પણ તા.૧૫/૩ના રોજ મશીન ખોલતા આ તમામ નોટ  ઝેરોક્ષ કલર વાળી હોય જેથી અલગ રાખેલી હતી અને માર્ચ માસના છેલ્લા દિવસોમાં જીલ્લાના નોડલ ઓફીસરને જમા કરાવેલ હતી.અધિકારીઓએ જણાવેલ હતું કે આ નોટ આવી ગયા બાદ પ્રાથમીક તપાસ કરેલ હોય અને અંતે બનાવટી ચલણી નોટો ગણાતા ૫૦ દિવસ બાદ તા.૧/૫/૧૮ના રોજ વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવતા એએસપી પ્રવિણ સિંન્‍હાએ તપાસ હાથ ધરેલ છે.

(4:29 pm IST)