Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જૂનાગઢ જેલનું નિરીક્ષણ કરતા લંડનના જેલ એક્ષ્પર્ટ જેમ્સ મેક માનુસ

હત્યાનાં આરોપીઓને ડીપોર્ટ કરવાના હોયઃ જેલ ડીજી તેજપાલસિંગ બિસ્ટ સાથે લીધી મુલાકાત

જૂનાગઢ તા. ર :.. લંડનનાં જેલ એક્ષ્પર્ટ જેમ્સ મેક માનુસે જૂનાગઢ જેલની મુલાકાત લઇ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

ગત તા. ૮ ફેબ્રુઆરી ર૦૧૭ ના રોજ કેશોદનાં માણેકપરા પાસેથી કારમાં માળીયા હાટીનાનાં ગોપાલ ગોવિંદભાઇ સેજાણી (ઉ.૧ર) અને તેના બનેવી  હસમુખભાઇ છગનભાઇ કરડાણીનાં અપહરણનો પ્રયાસ થયેલ અને બંને ઉપર છરી વડે હૂમલો થયો હતો.

જેમાં પ્રથમ ગોપાલ અને બાદમાં હરસુખભાઇનું મોત થયુ હતું ડબલ મર્ડરની આ ઘટનામાં નિતેશ શ્યામ વગેરેની ધરપકડ કરી હતી.

આ બનાવમાં એનઆરઆઇ મહિલા આરતી ધીર અને માળીયા હાટીનાનો કવલજીતસિંહ મહેન્દ્રસિંહ રાયજાદા પણ આરોપીઓ હોવાનું ખુલ્યું હતું.

જેમાં લંડન રહેતી આરતીએ ગોપાલને દત્તક લઇ લંડનમાં તેનો મોટી રકમનો વીમો ઉતરાવી બાદમાં તેની હત્યા કરાવી નાખી હતી. જેના આધારે ઇન્સ્યોરન્સ કલમ કરી પૈસા ચાઉ કરી જવાનું કાવત્રુ રચ્યુ હોવાનું ખુલ્યું હતું.

ગોપાલની હત્યામાં આરતી અને કવલજીતસિંહને લંડનથી ભારત લાવવા માટે જૂનાગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આમ લંડનની કોર્ટે બંનેને ભારત ડીપોર્ટ કરતા પળેલા લંડનનાં જેલ એક્ષ્પર્ટ જેમ્સ મેક માનુસને જૂનાગઢ જેલનાં ચેકીંગ માટે મોકલેલ છે.

ગઇકાલે જેમ્સ મેક માનુસે ડીજી શ્રી બિસ્ટ સાથે જૂનાગઢ જેલની મુલાકાત લીધા બાદ આજે પણ બીજા દિવસે પણ ચેકીંગ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.(પ.૧૩)

(12:00 pm IST)