Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગોંડલના વેજાગામમાં રીક્ષા ચાલક રાઘવભાઈ પર ૧૦ શખ્સોનો હુમલો

રાજકોટ, તા. ૨ :. ગોંડલના વેજાગામમાં રીક્ષાચાલક પર ૧૦ શખ્સોએ હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વેજાગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા રાઘવભાઈ સુરાભાઈ મહિડા દલિત પર તે જ ગામના અરવિંદ ધીરૂ ભાલાળા, વિરલ દામજી ભાલાળા, સતીષ હીરા ભાલાળા, મુકેશ બાવનજી ભાલાળા, અક્ષય મગન વિરડીયા, હીતેષ ધીરૂ ભાલાળા, માધા ભાણા ભાલાળા, દલા બાવનજી ભાલાળા તથા બે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી પાઈપ, ધોકો અને હોકીથી હુમલો કરતા રાઘવભાઈને ઈજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે ઉકત દસેય શખ્સો સામે ફરીયાદ થતા તાલુકા પોેલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરીયાદીનો પુત્ર પાદરમાં બેઠો હોય આરોપીઓ ત્યાંથી નીકળતા ગાળો આપી હતી અને ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા તેનો રોષ રાખી હુમલો કર્યો હતો અને ફરીયાદીના ઘરમાં ઈંટોના ઘા કર્યા હતા.(૨-૭)

(11:55 am IST)