Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉનામાં ભારત ભ્રમણમાં નિકળેલ પરશુરામ યાત્રાનું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત

ઉના તા.ર : વિક્રમ સંવત ૨૦૭૫નું વર્ષ શ્રી પરશુરામ વર્ષ તરીકે ઉજવવાનું હોય સમગ્ર દેશમાં બ્રાહ્મણો એક અને સંગઠીત બને તે માટે પ માર્ચ ૨૦૧૭ ને રાજસ્થાનના ઝુંઝુન તાલુકાના ધામથી પ્રારંભ થયેલ હતો. પરશુરામ યાત્રા ૨૮ હજાર કી.મી. ફરી ઉના શહેરમાં આગમન થતા ટાવર ચોક બ્રહ્મસમાજની વાડીએ બ્રહ્મસમાજના પ્રમુખ કનુભાઇ જોષી, પ્રફુલભાઇ આચાર્ય, ભરતભાઇ ઉપાધ્યાય વગેરેએ સ્વાગત કરેલ હતુ. યુગલ પીઠાધીશ્વર આચાર્ય રાજેશ્વરજી મહારાજાનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતુ.

શોભાયાત્રા વરરાજાના વરઘોડા તથા બટુકયાત્રા સાથે ઉનાના પટેલ બોર્ડીંગમાં પહોચી હતી. જેમાં આચાર્ય રાજેશ્વરજી મહારાજે બ્રહ્મ એકતા સંગઠન વિશે પ્રવચન આપેલ હતુ તેમજ યોજાયેલ ૨૮માં સમુહલગ્ન તથા યજ્ઞોપવિત મહોત્સવમાં જોડાનાર ૯ બ્રહ્મપરિવારના નવદંપતિઓ તથા યજ્ઞોપવિત ધારણ કરનાર ર બટુકોને આર્શિવાદ આપ્યા હતા.

આપણા સમગ્ર ભારત દેશમાં ૧ લાખ ૧૧ હજાર કી.મી. પુર્ણ કરી દેશના ૬૮૭ જીલ્લા ૪૦૦૦ ગામડાઓમાં ફરી આ યાત્રા પુર્ણ થશે. ત્યારબાદ ઉના સમસ્ત બ્રહ્મસમાજ, બ્રહ્મ કર્મચારી મંડળ, પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ રથની આરતી કરી હતી અને સમુહલગ્નમાં જોડાનાર નવદંપતીઓ તથા બટુકોનું સન્માન કરાયુ હતુ. આ વખતે ૨૦૧૮માં ૨૮માં સમુહલગ્ન પ્રસંગે યોજાયેલ સમુહ ભોજન સમારોહમાં દાતા દિવના રમેશભાઇ ભાનુશંકર રાવલે તેમના માતા પિતાની સ્મૃતિ રૂપે કરાવેલ હતુ અને અભિવાદન સન્માન કરાયુ હતુ.

(11:49 am IST)