Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કોડીનાર મિત્યાજ ગામની યુવતિએ બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

કોડીનાર તા.૨: કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના અનુ. જાતિ ની યુવતિએ બિમારીથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ આપધાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી છે.

આ અંગે યુવતિના પિતા માલાભાઇ રાણાભાઇ વાંજા રહે મિત્યાજ એ પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી ીનરૂપમા કોડીનાર કોલેજ માં ૧લા વર્ષમાં અભ્યાસ કરતી હોય તેને છેલ્લા ૧૫-૨૦ દિવસથી કાકડા ની બિમારી થઇ હોય આને લીધે ખોરાક અને પાણી ગળે ઉતારવામાં તકલીફ પડતી હોય સારવાર કરવા છતાં ફેર પડતો ન હોય નિરૂપમાએ બિમારી થી કંટાળી જઇ સવારના સુમારે ગળેફાંસો ખાઇ લેતા આ અંગેની જાણ થતા પરિવારજનો દ્વારા નિરૂપમાને નિચે ઉતારતા તેનો શ્વાસ ચાલુ હોય કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ માં સારવાર માટે લઇ જતા ત્યાં ફરજ પરના ડોકટરે નિરૂપમા ને મૃત જાહેર  કરતાં મૃતદેહ ને સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવેલ છે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)