Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જામનગરનાં વેકરીયા હેલ્થકેર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

જામનગર : શ્રી ખોખરા હનુમાનજી (ડોકટર હનુમાન) મોરબી ખાતે સદગુરૂ શ્રી કેશવાનંદજીની કૃપા તેમજ પ.પુ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર માં શ્રી કનકેશ્વરાનંદ માતાજીના સાનિધ્યમાં વેકરીયા ગ્રુપ ઓફ કંપનીની શાખા વેકરીયા હેલ્થકેર દ્વારા વિનામુલ્યે આંખના સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતુ. સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર તેમજ દિપપ્રાગટય દ્વારા કરાઇ હતી. જેમાં પુજય માં સહિત સંતો - મહંતો, રાજકીય મહાનુભાવો, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ તેમજ વેકરીયા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઇ વેકરીયા તેમના પત્ની લીનાબેન વેકરીયા, પુત્ર મેનેજીંગ ડિરેકટર યોગેન્દ્રભાઇ વેકરીયા તેમજ પુત્રી ભવ્યતા ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના કલીનીકલ એડવાઇઝર ડો.બી.જે.વૈષ્ણવ વેકરીયા ગ્રુપ ઓફ કંપનીનો પરિચય આપ્યો હતો. ભુપેન્દ્રભાઇ વેકરીયા દ્વારા સ્વાગત પ્રવચન કરાયુ હતુ. યોગેન્દ્રભાઇ વેકરીયાએ જણાવ્યું કે, આ કેમ્પમાં અતિ આધુનિક ટેકનોલોજીથી અમેરિકામાં તૈયાર થયેલ દુનિયાનું સૌપ્રથમ અને એકમાત્ર મશીન મુકેલ છે. જેનું નામ મેકયુલર ડેનસીટોમીટર જેનાથી આંખના એક એવા રોગની ખબર તે રોગ લાગુ પડે તે પહેલા વર્ષો અગાઉથી જ પડી જાય છે પરંતુ ચેક કરવામાં ન આવે તો કોઇપણ સિસ્ટમ્સ વિના જ આ અસાધ્ય રોગ લાગુ પડી શકે છે અને માણસ આંખ ગુમાવી બેસે છે. આ કાયમી અંધાપો ટાળવા માટે અને સમાજ કલ્યાણના કાર્ય તરીકે આ મશીનનું મહત્વ સમજાવ્યું વિશ્વના ત્રીજા નંબર પર આવતા સૌથી મોટા અસાધ્ય અંધાપો એટલે કે મેકયુલર ડીજનરેશન ને ડબલ્યુ.એચ.ઓ દ્વારા પ્રમાણીત કરવામાં આવેલ છે.માં શ્રી કનકેશ્વરી દેવીજીએ યજમાન પરિવારની ઉચ્ચ આધ્યાત્મિકતા તેમજ પરોપકારની ભાવનાને બિરદાવી હતી. તેઓશ્રીએ મનુષ્યોના કર્તવ્ય વિશે પણ માર્ગદર્શન આપ્યું હતુ. તેમના મતે મનુષ્યએ એવું જીવન જીવવું જોઇએ કે જેનાથી એ પૃથ્વીનું ઋણ ચુકવી શકે. આ ધરતી પર જન્મનાર દરેક વ્યકિતએ ધરતી પ્રત્યે હંમેશા ઋણી રહે છે. આ ઋણ સમાજ માટે ઉપયોગી સારા કાર્ય કરી અદા કરી શકાય. આ ઉપરાંત ગુરૂના મહત્વ વિશે પણ સમજાવ્યું હતુ. અંતિમ દિવસે આંખનો સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જરૂરી દવા તેમજ ટીપાનું વિતરણ પણ વિનામુલ્યે કરવામાં આવે. વેકરીયા હેલ્થકેર દ્વારા કરવામાં આવેલ લોક કલ્યાણના આ કેમ્પનો ૬૦ જેટલા ગામના અલગ અલગ સમાજના લોકોએ લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:46 am IST)