Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગ્રાહકો બેંકમાં થાપણ અને લોકરમાં ઘરેણા મુકવા આવે તે બેંકની પ્રમાણીકતા સૂચવે છેઃપૂં. મોરારી બાપુ

ભાવનગર નાગરિક બેંક હેડઓફીસની બિલ્ડીંગ સાથે મોરારજીભાઇ દેસાઇનું નામ જોડતો સમારોહ સંપન્ન

ભાવનગર તા.૨: મોરારજી કઠોર સત્ય બોલનારા, પ્રમાણિક અને નિતિવાન હતા. તેમને હું નમન કરૂ છું અને આવી વ્યકિતનું નામ શ્રી ભાવનગર નાગરિક સહકારી બેન્કે પોતાની હેડઓફીસનાં બિલ્ડીંગ સાથે જોડયું તે બદલ હું પ્રસન્નતા વ્યકત કરુ છું તેમ આદરણીય સંતશ્રી મોરારીબાપુએ બેંકનાં અધતન અને સુવિધાયુકત એવા મોરારજી દેસાઇ નાગરિક બેંક ભવનનાં ઉદધાટન સમારોહમાં ઓમ પ્લાઝા હોલ ખાતે યોજાયેલ તેમા ઉચ્ચાર્યા હતા.

શ્રી મોરારીબાપુએ વર્તમાનમાં પરિસ્થિતિની મમળાવતા રવ (અવાજ) કાર્ય વિના નિરવ બેંકોને દિક્ષિત કરે વિદેશ જતા રહે અને ઉદધાટનો કરતા બેંકોના વિસર્જમાં આવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતી જાય છે ત્યારે આ બેંકના જીતુભાઇએ કોઇપણ જાતનું કલંક લાગવા નહી દઇએ તેવી જે ખાત્રી આપી છે અને જે નિષ્ઠાથી સામાજીક સેવાના ૈઉદેશ સાજે બેંકનું તંત્ર ચાલે છે તેનો મને આનંદ છે. મોરારજીભાઇ કહેતા કે મને બોલાવવામાં ખતરો છે તેમ હું પણ કહું છુ અને ગ્રાહકો બેંકમાં થાપણ, લોકરમાં ઘરેણા મુકવા આવે છે તે બેંકની પ્રમાણિકતાનું પ્રતિક છે અને લોકો બેંકના લોકરમાં વિશ્વાસ મુકવા આવે તેમ ઇચ્છુ છું. તેમણે મોરારજીભાઇ સાથે મળવાાના થયેલા ત્રણ પ્રસંગો યાદ કરી જીતુભાઇએ મારા અગાઉના ઉદઘાટનથી બેંકને થયેલા લાભ વર્ણવાયા પણ મને શું લાભ? મારે કોઇ લોન જોઇતી નથી, પરંતુ  બેંક પ્રગતિ સાથે અને સમાજ કલ્યાણ કરે તે જ લાભ ઇચ્છુ છું. સ્મૃતિભેટમાં અપાયેલ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનની મુર્તિનો ઉલ્લેખ કરી તેમણે જણાવેલ કે લક્ષ્મણજી જાગૃતતાનું અને સિતાજી ધૈર્યનું-સહનશિલતાનું પ્રતિક છે. રામએ સભ્યતાનું અને હનુમાનજીએ સેવા અને પડકારનું પ્રતિક છે અનેબેંકના સંચાલકોએ આ તમામ સ્વરૂપો સમજવાના છે. તેમણે વેણીકાકા-ભાનુબહેન પારેખને પણ યાદ કર્યા હતા. તેમણે વધુમાં બેંકમાં સંચાલકો ને બિનજરૂરી ટીકાઓ જો કોઇ કરે તો ચિંતા નહી કરવા જણાવી કહેલ કે પહેલા તો દૂધમાંથી પોરા કાઢનારા હતા, પરંતુ હવે પોરામાંથી દુધ કાઢનારા છે. અંતમાં તેમણે ભાવનગર મારૂ છે અને આ બેંકનો મારી સાથે જે લગાવ છે તે લક્ષમાં લેતા હજુ પાંચમી વખત બોલાવશો તો પણ આવીશ તેમ ખાત્રી આપેલ.

સમારોહ પહેલા બિલ્ડીંગનું ઉદઘાટન પૂં. મોરારીબાપુએ રીબીન કાપી કરેલ. જયારે મોરારજીભાઇની પ્રતિમાનું અનાવરણ શ્રી પ્રતાપભાઇ શાહ તથા શ્રી વિશાલભાઇ દેસાઇ (મોરારજીભાઇના પોૈત્ર) એ કરેલ. જયારે તૈલચિત્રનું અનાવરણ મેયર નિમુબહેન બાંભણીયા અને મોરારજીભાઇના પોૈત્રવધુ મંગવાબહેન દેસાઇએ કરેલ. જયારે વેણીલાલ પારેખ સભાગૃહનું ઉદઘાટન તમામ મહાનુભાવો તથા નયનભાઇ વેણીલાલ પારેખે કરેલ. સમારોહમાં મેયર નિમુબેન બાંભણીયાએ બેંકની નવી સુવિધાઓ પ્રત્યે આનંદ વ્યકત કરી બેંકની પ્રગતિ માટે શુભેચ્છા આપી હતી. મંગલાબહેન દેસાઇએ મોરારજીભાઇની સ્મૃતિઓ જળવાય તે તો ઠીક છે, પરંતુ મોરારજીભાઇના સંસ્કારો અને ગુણોનું આ બેંક જતન કરે છે તે પરત્વે હર્ષ વ્યકત કર્યો હતો. વેણીકાકાના પોૈત્ર હર્ષ પારેખ બેંકના સંચાલકો અને પોતાના પરિવારએ એક જ પરિવાર છે તેમ જણાવી આભાર પરસ્પર માનવાનો ન હોય તેમ જણાવ્યું હતું. સ્વાગત જીતુભાઇ ઉપાધ્યાય દ્વારા થયો હતો.

આ પ્રસંગે બિલ્ડીંગ નિર્માણમાં યોગદાન આપનારા મહેન્દ્રભાઇ બારૈયા, ધીરૂભાઇ કરમટીયા, ભદ્રેશભાઇ દવે, દેવદત્તભાઇ પંડયા, અચલભાઇ ઓઝા અને ચિરાગભાઇ પટેલનું તેમજ બેંકના ઉતમ કામગીરી કરનાર અધિકારીઓ હિતેશભાઇ દવે, ભાવેશભાઇ ગાંધી તેમજ ધર્મેશ વડોદરીયાનું તેમજ ન્યાયધીશ બનવા જઇ રહેલ સભાસદ કે.ટી. ગોહિલનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મહેમાનોને સ્મૃતિભેટ બેંકના એમ.ડી. શ્રી પ્રદિપભાઇ, વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ, ડિરેકટરો નિરૂભાઇ દવે, પ્રવિણભાઇ પોંદા, કમલેશભાઇ, ધીરૂભાઇ, રફીકભાઇ, માધવભાઇ અને ભદ્રેશભાઇ એ તથા જનરલ મેનેજરશ્રી નરેન્દ્રભાઇ વેગડ, આસી. જનરલ મેનેજરશ્રી ઉત્કર્ષભાઇ ઓઝા, સેજલબહેન શાહ, જાગૃતિબહેન વર્માએ અર્પણ કરેલ. અંતમાં આભારવિધિ કમલેશભાઇ મહેતાએ કરેલ.

આ સમારોહમાં હોલ હકડેઠઠ ભરાઇ જતા ગ્રાઉન્ઠ ફલોરમાં ટી.વી. સ્ક્રીન મુકવામાં આવેલ. જે હોલ પણ ભરાઇ ગયેલ. સમારોહમાં ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના પ્રમુખ નાનુભાઇ વાઘાણી, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, પૂર્વ મેયરો રમણીકભાઇ પંડયા, મહિપતસિંહ ગોહિલ, રીનાબહેન શાહ, ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર રાજેન્દ્રભાઇ ખીમાણી, ચેમ્બરનાં અગ્રણી સુનિલભાઇ વડોદરીયા, સીની. એડવોકેટશ્રી વિનુભાઇ પરીખ, જે.જે. ચોૈહાણ, લો કોલેજના પ્રિ. જીતુભાઇ પંડયા, મહુવા નાગરિક બેંકના એમ.ડી. બીપીનભાઇ સંઘવી, મહિલા નાગરિક બેંકના શોભનાબા જાડેજા, શ્રી મેહુરભાઇ લવતુકા, ડો. રાણીંગા, રવજીભાઇ પટેલ, બકુલભાઇ ચાતુર્વેદી, રહીમભાઇ કુરેશી, અરવિંદભાઇ પરમાર, લાભુભાઇ સોનાણી, લાભુભાઇ કાત્રોડીયા, શશીભાઇ પંડયા, જગદીશભાઇ ગોૈસ્વામી, સાજીદભાઇ કાઝી, કમલેશ ત્રિવેદી વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)