Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ચોમાસા પહેલા વાંકાનેરનો પતાળીયા પુલ બનાવવા તંત્રને આદેશ

વાંકાન઼ર તા.૨: વાંકાનેરથી રાજકોટ જતા વચ્ચે આવતો પતાળીયા પુલ જે બેઠો પુલ હતો અને નાનો હતો તે સ્થાને નવો મોટો પુલ બનાવવા અર્થે એપુલ તોડી પડાયેલ તે અંગે જાહેરનામુ પણ બહાર પડાયેલ પરંતુ તેની સમય મર્યાદા પુરી થઇ રહી હોવા છતા નવા પુલ ના કાર્યનો પ્રારંભ પણ ન કરાતા જાહેરનામાનો પણ ઇનકાર થતા આ અંગે સાંધ્વ દૈનિક માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ કલેકટર તંત્ર સતર્ક બન્યુ હતું.

તેઓએ બીએસએનએલ ના રાજકોટ ડીજીએમ સાથે તથા  રોડ એન્ડ બિલ્ડીંગ ના અધિકારી ચોૈધરી સાથે બેઠક કરી પુલ બનાવવા અંગેની કામગીરી ત્વરિત હાથ ધરવા નું સુચન થતા રોડ એન્ડ બિલ્ડીંગવાળાએ બીએસએનએલ ના મુખ્ય કેબલ નડતો હોઇ તે માટેે આ કાર્ય વિલંબમાં પડયાનું વણાવ્યુ હતુ. બીએસએનએલ ના  ડીજીએમ એ એવુ જણાવેલ કે આઅ કેબલ પુલના કાર્યને નડતરૂપ નથી તેથી કલેકટરશ્રીને લેખિત બાંહેધરી અપાતા કલેકટરશ્રીએ રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારીઓને આ તપાળીયાનો પુલ ચોમાસા પહેલા બનાવી આપવા કડક અને લેખિત સુચના આપેલ છે.

આ બાબતે સોમ તથા મંગળ બન્ને દિવસોએ કલેકટર, ડે.કલેકટર, રોડ એન્ડ બિલ્ડીંગ, બીએસએનએઇ, મામલતદાર, ચીફ ઓફીસર સહિતના સબંભિત અધિકારીઓ આ પુલની કામગીરી અંગેની ચર્ચાઓ માં જોવા મળ્યા હતા. એ પૂર્વે કલેકટરશ્રીએ કલમ ૧૪૦  હેઠળ કડક પગલા તથા પેનલ્ટી સુભીની ચીમકી આપેલ હતી.

(11:40 am IST)