Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સોમનાથ મહાદેવ મંદિરના માર્ચ મહિનામાં પ.૩૪.૪ર૮ ભાવિકોએ દર્શન કર્યા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.ર : ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરદર્શનાર્થીઓની વર્ષ ર૦ર૧ ના પ્રારંભથીજ સંખ્યા વૃદ્ધિ સાથે આગળ ધપી રહી છે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા વર્તમાન કોરોના સંક્રમિત કાળમાં સાવચેતીના પગલા વ્યવસ્થાઓ લેવાયેલ કાળજીના કારણે લોકોના તન-મન અને આરોગ્યની કાળજી સાથે ટ્રસ્ટ ભાવિકોની આસ્થા સુપેરે પાર પાડી રહ્યું છે.માર્ચ ર૦ર૧માં કુલ પ,૩૪,૪ર૮ દર્શનાર્થીઓ શિવ દર્શનથી ધન્ય બન્યા અગાઉ જાન્યુઆરીમાં ૪ લાખ ૩૭ હજાર અને ફેબ્રુ.ર૧માં ૪,૭૭, ર૯૬ દર્શનાર્થીઓ દર્શને આવ્યા માર્ચ માસના મહાશિવરાત્રી તા.૧૧ અને ૧ર માર્ચ દરમ્યાન ૮૯૬પ૪ અને હોળી-ધુળેટી દરમ્યાન તા.ર૮ અને ર૯ માર્ચ પ૧૩૬૩ દર્શનાર્થી આવ્યા જેમાં હોળીના દિવસે ર૦૮૦૮ અને ધુળેટીના રોજ ૩૦પપપ જો કે છેલ્લા થોડાક દિવસથી પ્રવાહ ઘટી ગયોછે પરંતુ શનિ-રવિ અને રજાના અનુસંધાને ભાવિકોને દર્શને આવવા માટે અનુકુળ રહેતું હોય છે થર્મલગન તાપમાન ચેકીંગ સેનેટરાઇઝ સ્પ્રે અને દર્શન પ્રવેશ પાસથી વ્યવસ્થા નિયંત્રીત સુચારૂ ગોઠવાઇ છે.

(11:52 am IST)